ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:50 PM, 10 September 2026
1/5
હિન્દુ ધર્મમાં 18 મહાપુરાણોમાંનું એક એવું 'ગરુડ પુરાણ' માનવ જીવન, સદાચાર, મૃત્યુ અને મૃત્યુ પછીની આત્માની યાત્રાનું ગહન વિવેચન કરે છે. વૈદિક પરંપરા અનુસાર, જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના દેહને પંચમહાભૂતમાં વિલીન કરવા માટે અગ્નિદાહ આપવામાં આવે છે. પરંતુ શ્મશાનમાં દાહ સંસ્કાર કર્યા પછી પરત ફરતી વખતે વડીલો દ્વારા હંમેશાં એક હિદાયત આપવામાં આવે છે કે ‘પાછળ ફરીને જોવું નહીં’. આ પરંપરા પાછળ આત્માના મોહ અને સાંસારિક લગાવ સાથે જોડાયેલાં કેટલાક ગૂઢ ધાર્મિક કારણો રહેલાં છે.
2/5
ગરુડ પુરાણની માન્યતાઓ મુજબ, શરીર નશ્વર છે પરંતુ આત્મા અમર છે. જ્યારે મૃતદેહને અગ્નિને સમર્પિત કરવામાં આવે છે ત્યારે દેહ બળીને ખાખ થઈ જાય છે અને જે પંચતત્વ (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ) માંથી બનેલો છે તેમાં જ ભળી જાય છે. શરીર નાશ પામ્યા પછી પણ આત્મા સૂક્ષ્મ શરીર ધારણ કરે છે અને પોતાના કર્મો અનુસાર આગળની ગતિ તરફ પ્રયાણ કરે છે.
ADVERTISEMENT
3/5
દાહ સંસ્કાર દરમિયાન આત્મા પોતાના શરીરને ભસ્મીભૂત થતું જોઈ રહી હોય છે. જ્યારે શરીર સંપૂર્ણપણે અગ્નિને સમર્પિત થઈ જાય છે ત્યારે આત્મા માટે આ સંકેત હોય છે કે હવે તેનો આ ભૌતિક શરીર સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. છતાં પણ, સ્વજનો પ્રત્યેનો આત્માનો સ્નેહ અને મોહ તરત જ છૂટતો નથી.
4/5
ધાર્મિક માન્યતા અનુસાર, જો શ્મશાનથી પાછળ ફરીને કોઈ સ્વજન જુએ તો આત્મા એવું અનુભવે છે કે તેના પરિજનો હજુ પણ તેના મોહમાં બાંધેલા છે. આ બાબત આત્માની આગળની પરલોકની યાત્રામાં બાધા ઊભી કરી શકે છે. તેથી, પાછળ ન જોઈને સ્વજનો આત્માને એવો સંદેશ આપે છે કે, હવે તમારો આ સંસાર સાથેનો સંબંધ પૂર્ણ થયો છે, માટે મોહ છોડીને મુક્તિના માર્ગે આગળ વધો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ