ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણ નજીક વિંછીયામાં વ્યાજખોર સામે દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ
Last Updated: 06:48 PM, 10 September 2026
ADVERTISEMENT
જસદણ નજીકના વિંછીયા તાલુકામાં વ્યાજખોરી સાથે જોડાયેલા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દીકરાના લગ્ન માટે 10 ટકા વ્યાજે રૂ. 1.50 લાખ લીધા બાદ વ્યાજ સહિત આશરે રૂ. 2 લાખની ચુકવણી કરી હોવા છતાં વધુ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રૌઢ ઘરે હાજર ન હતા ત્યારે આરોપીએ તેમના ઘરે જઈ તેમની પત્નીને ધમકાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ લાગ્યો છે.
ADVERTISEMENT
10 ટકા વ્યાજે રૂ. 1.50 લાખ ઉછીના લીધા
ફરિયાદ મુજબ, વિંછીયા તાલુકાના એક પરિવારે દીકરાના લગ્ન માટે રમેશ ઠાકરશી પંચાળા પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 1.50 લાખ ઉછીના લીધા હતા. ફરિયાદી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં આશરે રૂ. 2 લાખ ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં આરોપી તરફથી વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
મહિલાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો
આરોપ મુજબની ઘટના સમયે પ્રૌઢ ઘરે હાજર ન હતા. તે દરમિયાન રમેશ ઠાકરશી પંચાળા તેમના ઘરે પહોંચ્યો હતો અને તેમની પત્નીને ડરાવી-ધમકાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો મહિલાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
મહિલાની ફરિયાદના આધારે વિંછીયા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દુષ્કર્મ તેમજ મની લેન્ડિંગ સંબંધિત કાયદાની જોગવાઈઓ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લો-પ્રેશર સક્રિય થતાં વરસાદનું થશે પુનઃ આગમન, હવામાન વિભાગે આ 21 જિલ્લા માટે આપી આગાહી
ધરપકડ કરી તપાસ શરૂ કરી
ADVERTISEMENT
પોલીસે આરોપી રમેશ ઠાકરશી પંચાળાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાની હકીકત, નાણાકીય લેવડદેવડ અને ફરિયાદમાં કરવામાં આવેલા અન્ય આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.