ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત ટેક્સટાઇલ માર્કેટ આગ દુર્ઘટના અંગે મોટા સમાચાર, જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવતો શખ્સ કેમેરામાં કેદ

ગુજરાત / સુરત ટેક્સટાઇલ માર્કેટ આગ દુર્ઘટના અંગે મોટા સમાચાર, જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવતો શખ્સ કેમેરામાં કેદ

Published By: Nidhi Panchal

Last Updated: 10:32 AM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં આગ અચાનક નહીં પરંતુ છઠ્ઠા માળે જ્વલનશીલ પ્રવાહી છાંટીને લગાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ADVERTISEMENT

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ મામલે હવે મોટો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી આગ લાગવાનું કારણ શું હતું તે અંગે અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ તપાસ આગળ વધતા હવે આ આગ અચાનક લાગી નહોતી પરંતુ આગ લગાવવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં છઠ્ઠા માળે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવવાના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી પ્રમાણે, એક અજાણ્યો શખ્સ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવતો CCTV કેમેરામાં કેદ થયો છે. આગ લગાવ્યા બાદ આ શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ હવે CCTV સહિત અન્ય પુરાવાના આધારે આ શખ્સની ઓળખ અને તેને પકડવાની દિશામાં તપાસ કરી રહી છે.

surat-2

આગ એટલી ભીષણ હતી કે છઠ્ઠા માળેથી આગ ઝડપથી ફેલાઈ

શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આ આગ એટલી ભીષણ હતી કે છઠ્ઠા માળેથી આગ ઝડપથી ફેલાઈ હતી. માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડ, પ્લાસ્ટિક પેકિંગ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાથી આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે માર્કેટની અનેક દુકાનોમાં રાખેલો કાપડનો માલ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. આગ છઠ્ઠા માળના પેસેજમાંથી શરૂ થઈ હોવાનું ફાયર વિભાગે પણ અગાઉ જણાવ્યું હતું.

માર્કેટના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન

આ ભીષણ આગના કારણે માર્કેટના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, વેપારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આગમાં અંદાજે 17 જેટલી દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. માત્ર દુકાનોમાં રહેલા માલને જ નહીં, પરંતુ સમગ્ર બિલ્ડિંગના સ્ટ્રક્ચર અને વાયરિંગને પણ વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે વેપારીઓ માટે મોટો આર્થિક ફટકો પડ્યો છે.

CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલો નવો વળાંક લઈ રહ્યો

આગની ઘટનાની શરૂઆતમાં આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી હતી. હવે CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલો નવો વળાંક લઈ રહ્યો છે. CCTVમાં અજાણ્યો શખ્સ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. આગ લગાવ્યા બાદ તે શખ્સ માર્કેટમાંથી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસ દ્વારા હવે આગ લગાવનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદના રખિયાલમાં નકલી ફાયર સેફ્ટી NOCનો પર્દાફાશ, આસિફ ફ્રાય સેન્ટરના સંચાલકો સામે ફરિયાદ

શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આ આગથી માત્ર દુકાનો અને માલસામાનને જ નુકસાન થયું નથી, પરંતુ બિલ્ડિંગના સ્ટ્રક્ચર અને વાયરિંગને પણ મોટું નુકસાન થયું છે. ઘટનાને કારણે વેપારીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. હવે પોલીસની તપાસનો મુખ્ય મુદ્દો આગ લગાવનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવાનો છે. સાથે જ આ આગ પાછળ કોઈ ચોક્કસ કારણ કે ષડ્યંત્ર હતું કે કેમ અને આગ લગાવનાર વ્યક્તિ એકલો હતો કે તેની પાછળ અન્ય કોઈ લોકો પણ હતા, તે દિશામાં પણ તપાસ આગળ વધવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Textile Market Fire CCTV Fire Case Shyam Sangini

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ