ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 18 વર્ષ બાદ ફરી અક્ષય કુમાર-સૈફ અલી ખાનની જોડી, ‘Haiwaan’માં ખૂંખાર વિલન અને હત્યાના ચક્રવ્યૂહે દર્શકોનું દિમાગ ઘુમાવ્યું!
7 ફોટો ગેલેરી
Last Updated: 12:05 PM, 11 September 2026
1/7
પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’ 2016માં આવેલી તેમની જ હિટ મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની હિન્દી રીમેક છે. મૂળ ફિલ્મમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા. આ વખતે પ્રિયદર્શને વાર્તામાં કેટલાક ફેરફાર સાથે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનને સામસામે લાવ્યા છે. સસ્પેન્સ, થ્રિલ અને ખૂંખાર વિલન વચ્ચે ચાલતી આ રમત દર્શકોને અંત સુધી જકડી રાખે છે.
2/7
ફિલ્મમાં સૈફ અલી ખાન શ્યામ રાણે નામના એક નેત્રહીન વ્યક્તિનું પાત્ર ભજવે છે. શ્યામ મુંબઈની એક ઊંચી સોસાયટીમાં કામ કરે છે અને નિવૃત્ત જજ પ્રધાનના ઘરે પણ તેની અવરજવર રહે છે. જજ પ્રધાનના ઘરે નૈના નામની નોકરાણી પણ કામ કરે છે. બીજી તરફ જજ એક આરોપી પરશુરામ ગોખલેને શોધી રહ્યા છે અને પરશુરામ પોતે જ જજ સુધી પહોંચવા માગે છે.પરશુરામનું પાત્ર અક્ષય કુમારે ભજવ્યું છે. તે સામાન્ય વ્યક્તિ નથી પરંતુ પોતાના ભૂતકાળના અન્યાયને કારણે ખૂંખાર બની ગયો છે. જે લોકોએ ક્યારેક તેના પર આરોપ લગાવ્યો હતો તેમને તે એક પછી એક નિશાન બનાવે છે. જજ પ્રધાન પણ તેની નફરતનો શિકાર બને છે અને તેમની હત્યા બાદ શંકાની સોય શ્યામ તરફ વળે છે.હવે શ્યામ સામે એકસાથે અનેક પડકારો છે. તેણે જજની દીકરી નંદનીને પરશુરામથી બચાવવાની છે. સાથે જ પોલીસ સામે પોતાની નિર્દોષતા સાબિત કરવાની છે અને અંતે પરશુરામને શોધીને તેનો સામનો પણ કરવાનો છે. આ જ સંઘર્ષ ફિલ્મની મુખ્ય કહાની છે.
ADVERTISEMENT
3/7
‘હૈવાન’ની સૌથી મજબૂત વાત તેની વાર્તા છે. જો તમે મૂળ મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ જોઈ નથી તો ફિલ્મની કહાની તમને વધુ ફ્રેશ લાગી શકે છે. એક તરફ નેત્રહીન શ્યામ છે તો બીજી તરફ અત્યંત શાતિર અને ખૂંખાર પરશુરામ છે. બંને વચ્ચે ચાલતી પકડમ-પકડાઈ ફિલ્મમાં સતત ઉત્સુકતા જાળવી રાખે છે.ફિલ્મ શરૂઆતમાં પોતાના પાત્રો અને તેમની પાછળની કહાનીને ધીમે ધીમે રજૂ કરે છે. ત્યાર બાદ સસ્પેન્સ વધતું જાય છે. શ્યામ જોઈ શકતો નથી છતાં કેવી રીતે પોતાના દુશ્મનનો સામનો કરે છે તે ફિલ્મને રસપ્રદ બનાવે છે. ગંભીર વાતાવરણ વચ્ચે પ્રિયદર્શન સ્ટાઇલના કેટલાક કોમેડી પંચ પણ જોવા મળે છે.
4/7
ફિલ્મની લંબાઈ લગભગ 2 કલાક 42 મિનિટ છે. જોકે પહેલા હાફમાં આ લાંબો રનટાઇમ ખાસ અનુભવાતો નથી. વાર્તા જે રીતે આગળ વધે છે તેના કારણે દર્શકોનું ધ્યાન જળવાઈ રહે છે. સૈફ અને અક્ષય વચ્ચેની બિલાડી-ઉંદરની રમત પણ ફિલ્મમાં સસ્પેન્સ વધારવાનું કામ કરે છે.જોકે બીજા હાફમાં ફિલ્મની ગતિ થોડી નબળી પડે છે. અક્ષય અને સૈફ વચ્ચેનો મુકાબલો સારો છે પરંતુ તેને હજુ વધુ અસરકારક બનાવી શકાયો હોત. ફિલ્મમાં કુલ ત્રણ ગીત છે જેમાંથી એક ગીત ખાસ ધ્યાન ખેંચે છે. બીજી તરફ ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર ઘણું સારું છે અને સસ્પેન્સવાળા દ્રશ્યોમાં દર્શકોની બેચેની વધારવાનું કામ કરે છે.
ADVERTISEMENT
5/7
અક્ષય કુમાર આ ફિલ્મમાં સાયકો કિલરના રોલમાં જોવા મળ્યો છે. લાંબા સમય બાદ અક્ષયને ગંભીર અને નેગેટિવ પાત્રમાં જોવાનો અનુભવ અલગ છે. તેના પાત્રમાં ગુસ્સો, નફરત અને ખતરનાક અંદાજ જોવા મળે છે. ઘણી જગ્યાએ તેનો અભિનય દર્શકોને ડરાવવામાં સફળ થાય છે.અક્ષયે સાબિત કર્યું છે કે જો તેને સારી રીતે લખાયેલું પાત્ર મળે તો તે તેને અસરકારક રીતે ભજવી શકે છે. ફિલ્મમાં તેનો વિલન અવતાર વાર્તાની ગંભીરતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના અને સૈફના પાત્રો વચ્ચેનો મુકાબલો ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની રહે છે.
6/7
સૈફ અલી ખાન પહેલીવાર પ્રિયદર્શન સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મમાં તેણે નેત્રહીન વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે. આ તેના માટે સરળ રોલ નહોતો પરંતુ સૈફે પાત્રને સારી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. દરેક સીનમાં તેની એક્ટિંગ ફિલ્મને આગળ લઈ જાય છે.સૈફ અને અક્ષય બંનેના પાત્રો એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે અને બંને કલાકારોએ પોતાની ભૂમિકા પ્રમાણે સારું કામ કર્યું છે. બોમન ઈરાની, સૈયામી ખેર અને શ્રિયા પિલગાંવકરે પણ પોતાના મર્યાદિત રોલમાં સારી એક્ટિંગ કરી છે. દિવંગત અભિનેતા અસરાની અને પ્રિયદર્શનની ઘણી ફિલ્મોમાં જોવા મળતા રાજપાલ યાદવ પણ ફિલ્મનો ભાગ છે. બંનેના નાના પરંતુ અસરકારક રોલ યાદ રહી જાય છે.
ADVERTISEMENT
7/7
જો તમને સસ્પેન્સ-થ્રિલર અને ડાર્ક ફિલ્મો જોવાનો શોખ હોય તો ‘હૈવાન’ તમને પસંદ આવી શકે છે. ફિલ્મની વાર્તા દર્શકોના દિમાગ સાથે રમે છે અને શ્યામ તથા પરશુરામ વચ્ચેનો મુકાબલો ઉત્સુકતા જાળવી રાખે છે. અક્ષય કુમારના ફેન્સ માટે પણ ફિલ્મમાં તેના ખૂંખાર વિલન અવતારને કારણે આ ફિલ્મ જોવાલાયક બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ