ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Appleનો પહેલો Fold iPhone Duoના એવા 5 ખાસ ફીચર્સ જે તેને બનાવે છે સૌથી અલગ!
7 ફોટો ગેલેરી
Last Updated: 12:11 PM, 11 September 2026
1/7
Appleએ આખરે તેનો સૌથી મોંઘો આઈફોન અને ફોલ્ડ કરી શકાય તેવો હેન્ડસેટ, iPhone Duo લોન્ચ કર્યો છે. ભારતમાં આ હેન્ડસેટની શરૂઆતની કિંમત 2.99 લાખ રુપિયા છે. હવે પ્રશ્ન એ થાય છે કે, બજારમાં અન્ય ફોલ્ડ કરી શકાય તેવા હેન્ડસેટ્સ ઉપલબ્ધ હોવા છતાં, એપલના આઈફોન ડ્યુઓની કિંમત આટલી ઊંચી કેમ છે? આવો તેની વિગતો જાણીએ.
2/7
સૌપ્રથમ iPhone Duoની વાત કરીએ તો, તેને ખોલતા જ એક વિશાળ સ્ક્રીન જોવા મળે છે. આ ફોલ્ડેબલ ડિવાઇસને પાસપોર્ટ-સ્ટાઇલ હેન્ડસેટ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સેમસંગે તાજેતરમાં જ Samsung Galaxy Z Fold 8 લોન્ચ કર્યો છે, જેની કિંમત 1.75 લાખ રુપિયા છે.iPhone Duo અને Samsung Galaxy Z Fold 8 વચ્ચે લગભગ 1.25 લાખ રુપિયાનો કિંમતનો તફાવત છે. આવો, iPhone Duoની એવી પાંચ વિશેષતાઓ વિશે જાણીએ જે તેને અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોનથી અલગ પાડે છે.
ADVERTISEMENT
3/7
iPhone Duoની સૌથી અનોખી વિશેષતા તેની વિશિષ્ટ ડિઝાઈન છે. આ હેન્ડસેટમાં 5.4-ઇંચની કોમ્પેક્ટ આઉટર ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોલ્ડ કર્યા પછી આ ડિવાઇસ વાપરવામાં સરળ રહે છે અને અસરકારક રીતે એક કોમ્પેક્ટ સ્માર્ટફોન તરીકે કામ કરે છે. તેની બહારની સ્ક્રીન યૂઝર્સને એપ્સ ચલાવવાની, WhatsApp મેસેજ શેર કરવાની અને અન્ય ઘણી સુવિધાઓનો લાભ લેવાની મંજૂરી આપે છે. એકવાર ખોલવામાં આવે પછી iPhone Duo ઉપલબ્ધ તમામ આઇફોન મોડલ્સમાં સૌથી મોટો આઇફોન બની જાય છે. ખોલતાની સાથે જ તેમાં 7.6-ઇંચની Super Retina XDR ડિસ્પ્લે જોવા મળે છે. આ ફોલ્ડ કરી શકાય તેવી ડિસ્પ્લે iPhone 18 Pro Maxની ડિસ્પ્લે કરતાં 50 ટકા સુધી મોટી છે.
4/7
કંપનીએ ખાસ કરીને Apple iPhone Duo માટે શક્તિશાળી A20 Pro ચિપસેટ વિકસાવી છે. આ ચિપસેટ 2-નેનોમીટર પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. કંપનીએ આ શક્તિશાળી ચિપસેટનો iPhone 18 Proમાં પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત, A20 Pro ચિપને કસ્ટમ વેપર ચેમ્બર થર્મલ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે.કંપનીએ iOS 27 તરીકે ઓળખાતા iPhone Duo માટે સોફ્ટવેરની ફરી ડિઝાઇન કરી છે, જેમાં કંટ્રોલ્સ અને નેવિગેશનને સ્ક્રીનની કિનારીઓ પર ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, Dynamic Islandને બંને ડિસ્પ્લે પર કાર્ય કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
5/7
iPhone Duoમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 48MP ડ્યુઅલ ફ્યુઝન કેમેરા સિસ્ટમનો સમાવેશ થાય છે. તેનો બીજો કેમેરા 48-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ લેન્સ છે, જે 120-ડિગ્રીના ફિલ્ડ ઓફ વ્યુને સપોર્ટ કરે છે. એપલે આ કેમેરા સિસ્ટમમાં અનેક ફીચર્સ સામેલ છે.આ કેમેરા ખૂબ જ સ્પષ્ટ પરિણામ આપે છે અને કેમેરા શાર્પ છે અને ડિટેલ્સમાં ફોટો ક્લિક કરી શકાય છે.
6/7
iPhone Duoમાં બેટરીની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે, તેમાં ડ્યુઅલ-સેલ બેટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં સેલ્સ એકસાથે મળીને કામ કરે છે. કંપનીનો દાવો છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ કરવા પર તે 24 કલાક સુધીની બેટરી લાઇફ આપી શકે છે. Apple જણાવે છે કે તે ઇનર ડિસ્પ્લે પર 31 કલાક સુધી અને કવર ડિસ્પ્લે પર 44કલાક સુધીનું વીડિયો પ્લેબેક ટાઇમ આપે છે. આ ઉપરાંત, કંપનીએ નોંધ્યું છે કે બેટરી માત્ર 20 મિનિટમાં 50 % સુધી ચાર્જ થઈ શકે છે.
ADVERTISEMENT
7/7
Apple એ iPhone Duo માં ટકાઉપણાને પ્રાથમિકતા આપી છે. કંપનીએ ટકાઉપણા અંગે લોકોની સામાન્ય ચિંતાઓનું અસરકારક રીતે નિરાકરણ કર્યું છે. Apple એ જણાવ્યું છે કે, iPhone Duo માં ગ્રેડ 5 ટાઇટેનિયમ ફ્રેમ અને હિન્જનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેની ડ્યુરેબિલિટી વધારે મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ