ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / માત્ર 2 દિવસમાં ચાંદી ₹12,600 સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ મોટો કડાકો!

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / માત્ર 2 દિવસમાં ચાંદી ₹12,600 સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ મોટો કડાકો!

Last Updated: 01:44 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કોમોડિટી એક્સચેન્જથી લઈને બુલિયન માર્કેટ સુધીના તમામ બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં 12,600 રુપિયાથી વધુનો મોટો ઘટાડો થયો છે અને સોનામાં પણ આવો જ ઘટાડો નોંધાયો છે. આજે પણ MCX પર સોનું અને ચાંદી નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.

1/5

photoStories-logo

1. આજે કેટલુ સસ્તુ થયુ સોનું?

MCX પર શુક્રવારે સોનાના ભાવમાં આશરે 1,200 રુપિયાનો ઘટાડો થયો અને તે પ્રતિ 10 ગ્રામ 1,50,695 રુપિયા પર પહોંચ્યો. તે જ સમયે, ચાંદીના ભાવમાં 2,600 રુપિયાનો ઘટાડો થતાં તે પ્રતિ કિલોગ્રામ 2,30,270 રુપિયા પર સ્થિર થયો. સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો ગુરુવારે જોવા મળેલા નોંધપાત્ર ઘટાડા બાદ થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 2 દિવસમાં 12,600 રુપિયા ઘટી ચાંદીની કિંમત

MCX પર ગુરુવારે ચાંદીના ભાવમાં 10,000 રુપિયાથી વધુનો ઘટાડો થયો, જ્યારે સોનાના ભાવમાં 1,200 રુપિયાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા બે દિવસમાં સોનું 2,000 રુપિયાથી વધુ સસ્તું થયું છે અને ચાંદીના ભાવમાં 12,600 રુપિયાથી વધુનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આવેલા ભારે ઘટાડો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટાડો

ગ્લોબલ માર્કેટમાં સોનું 1.32 ટકા ઘટીને 4,401.74 ડોલર પ્રતિ ઔંસ થયું, જ્યારે ચાંદી 5.45 ટકા ઘટીને 64.908 ડોલર પ્રતિ ઔંસ થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અમેરિકાથી મોટો ઝટકો

સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકામાં જાહેર થયેલા મોંઘવારીના આંકડા છે. મોંઘવારીના મજબૂત આંકડાઓને કારણે નિષ્ણાતો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે. વ્યાજદરમાં વધારાની સંભાવના હવે વધીને 80 ટકા થઈ ગઈ છે. પરિણામે, સોના અને ચાંદીના ભાવ પર ઘટાડાનું દબાણ જોવા મળી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કાચા તેલના ભાવમાં વધારો

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પાછળ નફો વસૂલવાને પણ એક કારણ માનવામાં આવે છે. દરમિયાન, ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા હોવાથી ડોલર મજબૂત થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 108 ડોલર સુધી પહોંચી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

silver big fall in two days US inflation rise gold also cheaper
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ