ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો? જાન્યુઆરી મહિનાથી લાગુ થશે મોટા ફેરફારો
Last Updated: 03:08 PM, 11 September 2026
ADVERTISEMENT
ઓનલાઈન ખરીદી કરતા ગ્રાહકોને હવે ડિસ્કાઉન્ટના નામે ગેરમાર્ગે દોરવાનું મુશ્કેલ બનશે. કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓ માટેના ગ્રાહક સુરક્ષા નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. નવા નિયમો જાન્યુઆરીથી લાગુ થવાની શક્યતા છે. આ અંતર્ગત જ્યારે પણ કોઈ ઉત્પાદનની કિંમતમાં ઘટાડો જાહેર કરવામાં આવશે ત્યારે કંપનીઓએ હાલની ઘટાડેલી કિંમતની સાથે અગાઉની કિંમત પણ દર્શાવવી પડશે.
ADVERTISEMENT

અગાઉની કિંમત તરીકે ડિસ્કાઉન્ટ જાહેર કરતાં પહેલાંના ૩૦ દિવસ દરમિયાન જે સૌથી ઓછી કિંમતે ઉત્પાદન વેચાયું હોય તે કિંમત દર્શાવવી પડશે. ખાસ કરીને તહેવારોની વેચાણ મોસમ દરમિયાન મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે આ નિયમથી ગ્રાહકોને ખરેખર કેટલો ભાવ ઘટાડો મળ્યો છે તેની સ્પષ્ટ માહિતી મળશે.
ADVERTISEMENT
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમોમાં કરાયેલા સુધારાનો હેતુ ઓનલાઈન ખરીદીમાં પારદર્શિતા વધારવાનો છે. ઈ-કોમર્સ કંપનીઓ પર સર્ચ રિઝલ્ટને મેનિપ્યુલેટ કરવા પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. એવી રીતે પરિણામ દર્શાવી શકાશે નહીં કે જેનાથી ગ્રાહક ગેરમાર્ગે દોરાય. ચૂકવણી કરીને દર્શાવવામાં આવતી જાહેરાતો એટલે કે પ્રાયોજિત પરિણામો પર સ્પષ્ટ અને મુખ્ય રીતે જાહેરાત હોવાનો ઉલ્લેખ કરવો પડશે. જેથી ગ્રાહક ચૂકવણી કરીને પ્રમોટ કરાયેલા પરિણામ અને સામાન્ય શોધ પરિણામ વચ્ચે સરળતાથી તફાવત કરી શકે.
ADVERTISEMENT
નવા નિયમો મુજબ દરેક ઈ-કોમર્સ કંપનીએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન સાથે જોડાવું પડશે. વર્ષ ૨૦૨૫માં હેલ્પલાઈન પર આવેલી કુલ ૧૭.૭ લાખ ફરિયાદોમાંથી લગભગ ૨૯ ટકા ફરિયાદો ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે સંબંધિત હતી. કંપનીઓએ ફરિયાદકર્તાને તેમના ફરિયાદ અધિકારી પાસે નોંધાયેલી ફરિયાદની નકલ પણ આપવી પડશે. આ ઉપરાંત કંપનીઓએ ઉત્પાદનની ‘બેસ્ટ બિફોર’ અથવા ‘યુઝ બિફોર’ તારીખ, પરત કરવાની નીતિ, રિફંડ, વોરંટી, ડિલિવરી અને ચુકવણી સંબંધિત માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદેશથી આયાત કરવામાં આવેલાં ઉત્પાદનો માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મે આયાતકારની વિગતો તેમજ ઉત્પાદન કયા દેશમાં બન્યું છે તેની માહિતી પણ આપવી પડશે. ગ્રાહકને ઉત્પાદન ખરીદતા પહેલાં જરૂરી માહિતી મળી રહે તે માટે આ જોગવાઈ કરવામાં આવી છે. સુધારેલા નિયમોમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતીનો તેમની સ્પષ્ટ સંમતિ વિના નિર્ધારિત હેતુ સિવાય ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકના વ્યવહાર સાથે અસંબંધિત ઉત્પાદનો કે સેવાઓ માટે બંડલ ફી વસૂલવા પર પણ પ્રતિબંધ રહેશે. નવા નિયમોથી ઓનલાઈન ખરીદીમાં ભાવ, જાહેરાત, ઉત્પાદન અને ગ્રાહક અધિકારો અંગે વધુ પારદર્શિતા આવશે અને બનાવટી મોટા ડિસ્કાઉન્ટના દાવાઓ પર અંકુશ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT