ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતમાં મોપેડ અને ડમ્પર વચ્ચે ધ્રુજાવી દે તેવો દર્દનાક અકસ્માત, ડમ્પર નીચે કચડાતા યુવતીનું કમકમાટીભર્યું મો*ત

ગુજરાત / સુરતમાં મોપેડ અને ડમ્પર વચ્ચે ધ્રુજાવી દે તેવો દર્દનાક અકસ્માત, ડમ્પર નીચે કચડાતા યુવતીનું કમકમાટીભર્યું મો*ત

Published By: Nidhi Panchal

Last Updated: 02:12 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસ્તા પર મોપેડ લઈને નીકળેલી યુવતીને કદાચ અંદાજ પણ નહીં હોય કે આ તેની જિંદરીની છેલ્લી સફર બની જશે. ઓલપાડના સાયણ-દેલાડ ત્રણ રસ્તા પાસે મોપેડ અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવતીનું કરુણ મોત થયું છે.

ADVERTISEMENT

સુરત જિલ્લામાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. ઓલપાડના સાયણ-દેલાડ ત્રણ રસ્તા પાસે મોપેડ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ પર સવાર યુવતી ડમ્પરની અડફેટે આવી ગઈ હતી અને ડમ્પર નીચે કચડાઈ જતા તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીને ડમ્પર નીચે કચડાયેલી હાલતમાં જોઈને ત્યાં હાજર લોકોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી.

dumper

ઘટનામાં શું બન્યું હતું ?

એક ક્ષણ પહેલાં સુધી યુવતી સામાન્ય રીતે મોપેડ પર રસ્તા પરથી પસાર થઈ રહી હતી. કદાચ ઘરે પરત ફરવાની, પરિવારજનો સાથે વાત કરવાની કે પોતાના રોજિંદા જીવનના બીજા કોઈ કામની તેના મનમાં વાત હશે. પરંતુ રસ્તા પર બનેલી એક પળની ઘટનાએ બધું જ બદલી નાખ્યું. જે રસ્તા પરથી તે પોતાના કામ માટે નીકળી હતી, એ જ રસ્તો તેના પરિવાર માટે જીવનભરની યાદ બની ગયો.CCTV જોતા તમારા પણ રુંવાડા ઉભા થઇ જશે.

ઘટનાસ્થળે અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા

અકસ્મત બાદ ઘટનાસ્થળે અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. યુવતી ડમ્પરની અડફેટે આવીને કચડાઈ જતા આસપાસના લોકો પણ હચમચી ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને ત્યાં હાજર લોકોમાં ભારે દુઃખ અને આઘાતનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં તેમના પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવાર માટે આ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ પોતાના પરિવારના એક સભ્યને અચાનક ગુમાવવાનું ક્યારેય ન ભરાઈ શકે તેવું દુઃખ હતું.

આસપાસના વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર

સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર વધુ રહે છે. ડમ્પર જેવા મોટા વાહનોની અડફેટે નાના વાહનચાલકો આવે ત્યારે ઘણી વખત પરિણામ ખૂબ જ ગંભીર હોય છે. આ ઘટનાએ પણ ફરી એકવાર રસ્તા પર ભારે વાહનોની સલામતી અને ડમ્પર ચાલકોની ડ્રાઇવિંગને લઈને સવાલો ઉભા કર્યા છે. હાલ આ અકસ્માત કયા કારણસર સર્જાયો તે પોલીસ તપાસનો વિષય છે. મોપેડ અને ડમ્પર વચ્ચે ટક્કર કેવી રીતે થઈ, અકસ્માત સમયે પરિસ્થિતિ શું હતી અને ડમ્પર ચાલકની કોઈ બેદરકારી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

તપાસ અને કાર્યવાહી પોતાની જગ્યાએ

પરંતુ તપાસ અને કાર્યવાહી પોતાની જગ્યાએ છે, જ્યારે એક પરિવાર માટે આજે સૌથી મોટો સવાલ એ છે કે હવે તેમની વહાલી વ્યક્તિ પાછી કેવી રીતે આવશે? રસ્તા પર થયેલી આ એક ઘટનાએ એક પરિવારની જિંદગીમાંથી હાસ્ય છીનવી લીધું છે. જે યુવતી થોડા સમય પહેલા સુધી પરિવાર સાથે હતી, આજે તેના પરિવારજનોને તેની યાદો સાથે જીવવું પડશે.

આ પણ વાંચો : સુરતના દંપતીને 5 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ₹13 લાખ પડાવનાર મુખ્ય ઓપરેટર દિલ્હીથી ઝડપાયો, ખાતામાંથી ₹1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળ્યા!

આ ઘટના માત્ર એક અકસ્માતની ઘટના નથી, પરંતુ રસ્તા પરની એક ભૂલ કે બેદરકારી કેટલું મોટું નુકસાન કરી શકે છે તેની કરુણ યાદ અપાવે છે. એક પરિવાર માટે આ દુઃખ કદાચ આખી જિંદગી રહેશે. સાયણ-દેલાડ ત્રણ રસ્તા પાસે બનેલી આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે રસ્તા પર વાહન ચલાવતી વખતે થોડી વધુ સાવચેતી રાખવામાં આવે તો કદાચ કોઈ પરિવારને આવી કાળજું કંપાવી નાખે તેવી ક્ષણનો સામનો ન કરવો પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Olpad Surat Dumper

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ