ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરકારનું જાહેર દેવું ₹4.30 લાખ કરોડને પાર, વ્યાજ-મુદ્દલની ચૂકવણી પણ વધવાની ધારણા, વિધાનસભામાં આંકડા જાહેર!

ગુજરાત / સરકારનું જાહેર દેવું ₹4.30 લાખ કરોડને પાર, વ્યાજ-મુદ્દલની ચૂકવણી પણ વધવાની ધારણા, વિધાનસભામાં આંકડા જાહેર!

Published By: Nidhi Panchal

Last Updated: 02:49 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક તરફ વિકાસના મોટા મોટા પ્રોજેક્ટ અને યોજનાઓની વાત થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના દેવાના આંકડા ચિંતા ઉભી કરે તેવા સામે આવ્યા છે. 2025-26 સુધીમાં રાજ્યનું જાહેર દેવું ₹4.30 લાખ કરોડને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ દેવા પર વ્યાજ અને મુદ્દલની ચૂકવણી પણ હજારો કરોડમાં થઈ રહી છે.

ADVERTISEMENT

ગુજરાતના વિકાસની વાતો વચ્ચે રાજ્ય સરકારના વધતા દેવાના આંકડાએ હવે ચર્ચા જગાવી છે. રાજ્યમાં રસ્તા, પુલ, પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય વિકાસના કામો માટે સરકાર દ્વારા સતત મોટી રકમ ખર્ચવામાં આવી રહી છે. પરંતુ આ વિકાસની સાથે રાજ્ય પર દેવાનો બોજ પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ સામાન્ય લોકો માટે પણ ચિંતા ઉભી કરે છે, કારણ કે સરકાર પરનું દેવું આખરે રાજ્યની નાણાકીય વ્યવસ્થા અને આવનારા વર્ષોના બજેટ પર અસર કરે છે. તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ વર્ષ 2025-26 સુધીમાં ગુજરાતનું જાહેર દેવું ₹4.30 લાખ કરોડને પાર પહોંચી ગયું છે.

medicine-simple

2024-25માં ગુજરાતનું જાહેર દેવું ₹3.74 લાખ કરોડ

આ આંકડો એટલા માટે પણ મહત્વનો છે કે માત્ર એક વર્ષ પહેલા એટલે કે 2024-25માં ગુજરાતનું જાહેર દેવું ₹3.74 લાખ કરોડ હતું. એટલે એક તરફ ગુજરાતને વિકાસના મોડલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યના દેવામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. જાહેર દેવું વધે ત્યારે સરકારને માત્ર વિકાસના કામો માટે જ નહીં, પરંતુ અગાઉ લીધેલા દેવા પર વ્યાજ અને મુદ્દલ ચૂકવવા માટે પણ મોટી રકમ ફાળવવી પડે છે.

રાજ્યના દેવા અને તેની ચૂકવણી અંગે માહિતી આપી

વિધાનસભામાં જમાલપુર-ખાડિયાના MLA ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ રાજ્યના દેવા અને તેની ચૂકવણી અંગે માહિતી આપી હતી. મળેલી વિગતો પ્રમાણે સરકારે અત્યાર સુધીમાં દેવા પર ₹25 હજાર 604 કરોડ વ્યાજ ચૂકવ્યું છે. આ ઉપરાંત મુદ્દલની ચુકવણી પેટે પણ ₹12 હજાર 126 કરોડ ચૂકવવામાં આવ્યા છે. એટલે રાજ્યની તિજોરીમાંથી માત્ર દેવાના વ્યાજ અને મુદ્દલની ચૂકવણી પાછળ જ હજારો કરોડ રૂપિયા જતા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

સરકાર સામે દેવાની મોટી ચૂકવણીનો બોજ

હવે આગામી સમયમાં પણ સરકાર સામે દેવાની મોટી ચૂકવણીનો બોજ રહેશે. વિગતો મુજબ મુદ્દલની ચુકવણી ₹34 હજાર 25 કરોડ રૂપિયા થવાની ધારણા છે. આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આટલી રકમમાંથી રાજ્યમાં અનેક મોટા વિકાસના કામો, શિક્ષણ-આરોગ્યની સુવિધાઓ અથવા સામાન્ય લોકો માટેની વિવિધ યોજનાઓને નાણાં આપી શકાય.

તેના વ્યાજ અને મુદ્દલની ચુકવણીમાં જશે

અહીં સવાલ માત્ર દેવું કેટલું છે તેનો નથી, પરંતુ દેવું વધવાની સાથે સરકારની આવકમાંથી કેટલો હિસ્સો તેના વ્યાજ અને મુદ્દલની ચુકવણીમાં જશે તેનો પણ છે. સામાન્ય માણસ જ્યારે ઘર માટે લોન લે છે ત્યારે દર મહિને EMI ભરવી પડે છે. તેમાં આવકનો એક મોટો ભાગ લોનની ચૂકવણીમાં જાય છે. તેવી જ રીતે સરકાર પર પણ દેવું વધે ત્યારે આવકનો એક હિસ્સો વ્યાજ અને મુદ્દલ ચૂકવવામાં જતો રહે છે. આ કારણે આવનારા સમયમાં સરકાર પાસે લોકો માટે નવી યોજનાઓ અને વિકાસના કામો માટે કેટલી નાણાકીય જગ્યા બાકી રહેશે તે મહત્વનો સવાલ બની રહે છે.

વિકાસ માટે સરકાર દ્વારા નાણાં ખર્ચવા પણ પડે

ગુજરાતમાં વિકાસ જરૂરી છે અને વિકાસ માટે સરકાર દ્વારા નાણાં ખર્ચવા પણ પડે છે. પરંતુ વિકાસની સાથે રાજ્યની નાણાકીય સ્થિતિ મજબૂત રહે તે પણ એટલું જ જરૂરી છે. કારણ કે આજનું લીધેલું દેવું આવતીકાલે રાજ્યના બજેટ પર જવાબદારી બનીને આવે છે. સામાન્ય ગુજરાતીના મનમાં પણ સવાલ ઉઠી શકે કે વિકાસના કામો માટે લેવાયેલું દેવું કેટલું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને તેની ચૂકવણીનો બોજ ભવિષ્યમાં કેવી રીતે સંભાળવામાં આવશે?

આ પણ વાંચો : 5 દિવસ બેંકો બંધ, અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરામાં કર્મચારીઓનો ઉગ્ર વિરોધ, હજારો શાખાઓનું કામકાજ ઠપ!

આથી હવે સરકાર સામે સૌથી મોટો પડકાર વિકાસની ગતિ જાળવી રાખવાની સાથે દેવાને નિયંત્રણમાં રાખવાનો રહેશે. વિકાસના રસ્તા પર આગળ વધતા ગુજરાત માટે માત્ર મોટા આંકડાની યોજનાઓ નહીં, પરંતુ મજબૂત અને સંતુલિત નાણાકીય વ્યવસ્થા પણ જરૂરી છે. ₹4.30 લાખ કરોડથી વધુનું જાહેર દેવું, ₹25,604 કરોડનું વ્યાજ અને ₹34,025 કરોડની આગામી મુદ્દલ ચૂકવણીની ધારણા વચ્ચે રાજ્યની તિજોરી પર પડતો આ બોજ હવે સામાન્ય લોકોની ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Public Debt Gujarat Government Gujarat Debt

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ