ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:41 PM, 11 September 2026
ADVERTISEMENT
દિલ્હીના ભારત મંડપમમાં પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકબીજાને ગળે મળી ભેટી પડ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને સંત તિરુવલ્લુવરની તમિલ પુસ્તકનો રશિયન અનુવાદ ભેટમાં આપતા કહ્યું, "આ પુસ્તક લોકોને લોકો સાથે જોડવા વિશે છે, જેમાં માનવ જીવન વિશે લખ્યું છે, આ પુસ્તક આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે છે." તેમણે પુતિનને કહ્યું કે તેમના માટે રશિયનમાં અનુવાદ કરાવ્યો છે.
ADVERTISEMENT
બંને નેતાઓ વચ્ચેની મિટિંગ શરૂ થઈ ગઈ છે, જેના પર દુનિયાની નજર છે. પુતિન સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ રશિયન પ્રતિનિધિમંડળ સાથે પણ મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદી તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે ત્રણ દિવસના ભારત પ્રવાસે અહીં પહોંચ્યા હતા જ્યાં તેઓ બ્રિક્સ સમિટમાં હાજરી આપશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને ઉર્જા સહયોગ વધારવા પર ચર્ચા કરશે. પુતિન સાથે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. ફેબ્રુઆરી 2022 માં યુક્રેનિયન યુદ્ધ શરૂ થયા પછી પુતિન રશિયાની બહાર આયોજિત બ્રિક્સ સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપશે તેવો આ પહેલો પ્રસંગ હશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / ભારતે 30 નવા પરમાણુ હથિયાર ઉમેર્યા, કુલ સંખ્યા 190 સુધી પહોંચી; ન્યૂક્લિયર શીલ્ડ વધુ મજબૂત!, દુશ્મન દેશની ચિંતા વધી
ADVERTISEMENT
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે જણાવ્યું હતું કે બંને પક્ષો બ્રહ્મોસ મિસાઇલને અપગ્રેડ કરવાની શક્યતા પર પણ વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રશિયા ભારતને બાકીની S-400 સિસ્ટમ્સ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને સુખોઈ-57 ફાઇટર જેટના પ્રસ્તાવિત પુરવઠા અંગે ચર્ચા ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT