ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નાગરિકોના જીવના બદલામાં અધિકારીઓએ કરી પૈસાની દલાલી? અમદાવાદમાં ફાયર સેફ્ટીના નામે મોટું કૌભાંડ ખુલ્યું
Last Updated: 04:17 PM, 11 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ફાયર સેફ્ટીના નામે બોગસ એનઓસી બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. રખિયાલના અર્ચના એસ્ટેટની દુકાન નંબર-ર૪/સીમાં આવેલા આસિફ ફ્રાય સેન્ટર માટે બનાવાયેલી ફાયર એનઓસીની તપાસ દરમિયાન દસ્તાવેજ ખોટો હોવાનું બહાર આવ્યું હતું. ફાયર બ્રિગેડના રેકોર્ડ અને ઓનલાઈન પોર્ટલ પર તપાસ કરતાં આ એનઓસીની કોઈ વિગતો જ મળી નહોતી. ત્યાર બાદ એનઓસી પરનો બારકોડ મોબાઇલથી સ્કેન કરતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે પૂર્વ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર અમરસિંહ બારિયાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં અકરમ પઠાણ અને ફઝલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
થલતેજ ફાયર સ્ટેશન ખાતે રહેતા અને પૂર્વ ઝોનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અમરસિંહ બાિરયા પાસે ગોમતીપુર, નિકોલ અને ઓઢવ ફાયર સ્ટેશનનો ચાર્જ છે. તેમની મુખ્ય કામગીરીમાં આગ અકસ્માતના બનાવોમાં કાર્યવાહી કરવા ઉપરાંત વિવિધ બિલ્ડિંગ અને વ્યાવસાયિક એકમોનું ફાયર સેફ્ટી અંગે ઇન્સ્પેક્શન કરવાનો પણ સમાવેશ થાય છે.
અમરસિંહ ઓફિસ પર હાજર હતા ત્યારે રખિયાલના અર્ચના એસ્ટેટમાં આવેલી દુકાન નંબર-ર૪/સીમાં આસિફ ફ્રાય સેન્ટરની ફાયર એનઓસી મેળવવા માટેની ફાઈલ ગોમતીપુર ફાયર સ્ટેશનના અધિકારી પાસે પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. આથી અમરસિંહે સમગ્ર મામલે તપાસ કરવા ગોમતીપુર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર માતાપ્રસાદ પાંડેને સૂચના આપી હતી.
ADVERTISEMENT
માતાપ્રસાદ પાંડે આસિફ ફ્રાય સેન્ટર પર તપાસ માટે પહોંચ્યા ત્યારે ફ્રાય સેન્ટરના માલિક અકરમ પઠાણે પોતાની પાસે ફાયર એનઓસી હોવાનું જણાવ્યું હતું. અકરમે વોટ્સએપ મારફતે એનઓસીની નકલ માતાપ્રસાદને મોકલી આપી હતી, જોકે એનઓસી જોતાં જ તેમાં કંઈક ગરબડ હોવાની શંકા ઊભી થઈ હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ દસ્તાવેજની સત્તાવાર રીતે ચકાસણી શરૂ કરી હતી. આ મામલે ઈન્ચાર્જ એમ.પી. મિસ્ત્રીએ જણાવ્યું છે કે ફ્રાય સેન્ટરની એનઓસી લેવા માટેની અરજી થઈ હતી ત્યારે તેની પાસે એનઓસી મળી આવતાં શંકા વધુ ઘેરી બની હતી.
ADVERTISEMENT
માતાપ્રસાદ પાંડેએ સમગ્ર મામલાની જાણ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એમ.પી. મિસ્ત્રીને કરી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડના સત્તાવાર આઈડીમાં સર્ટિફિકેટની વિગતો તપાસવામાં આવી હતી. તપાસ દરમિયાન રજૂ કરવામાં આવેલી એનઓસીની વિગતો ફાયર બ્રિગેડના રેકોર્ડ સાથે મેળ ખાતી ન હોવાનું બહાર આવ્યું હતુંં એટલું જ નહીં, ફાયર બ્રિગેડના ઓનલાઈન પોર્ટલ પર પણ આસિફ ફ્રાય સેન્ટરના નામે આવી કોઈ ફાયર એનઓસી જારી કરવામાં આવી હોવાની વિગતો મળી નહોતી.
ADVERTISEMENT
ફાયર બ્રિગેડની ટીમે ત્યાર બાદ અકરમ પઠાણનો સંપર્ક કરી એનઓસી અંગે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન અકરમે આ એનઓસી ફઝલે બનાવી આપી હોવાનું જણાવ્યું હતું. આથી અધિકારીઓએ એનઓસી પર દર્શાવવામાં આવેલા બારકોડની પણ તપાસ કરી હતી. ફાયર ઓફિસરે મોબાઇલથી બારકોડ સ્કેન કરતાં એનઓસીની હકીકત સામે આવી ગઈ હતી અને દસ્તાવેજ બોગસ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ પણ વાંચો- ગણેશ ચતુર્થી પહેલાં મોંઘવારીએ માઝા મૂકી, ગણેશજીની મૂર્તિથી છપ્પન ભોગ સુધી આ બધી વસ્તુ થઇ મોંઘી
ADVERTISEMENT
ADVERTISEMENT
ફાયર એનઓસી માત્ર કાગળ પરની મંજૂરી નથી, પરંતુ કોઈ મિલકતમાં આગ સામેની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલનની મહત્ત્વની પ્રક્રિયા છે. આવી એનઓસી બોગસ રીતે તૈયાર કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો ફાયર સેફ્ટીની સત્તાવાર તપાસને બાયપાસ કરવાનો પ્રયાસ થઈ શકે છે. ખાસ કરીને ફ્રાય સેન્ટર જેવા વ્યાવસાયિક એકમમાં આગનું જોખમ રહેતું હોવાથી બોગસ એનઓસીનો મામલો વધુ ગંભીર બને છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ બોગસ એાનઓસીની હકીકત સામે આવ્યા બાદ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ડિવિઝનલ ફાયર ઓફિસર અમરસિંહ બાિરયાની ફરિયાદના આધારે રખિયાલ પોલીસે અકરમ પઠાણ અને ફઝલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે ફઝલે આ એનઓસી કઈ રીતે તૈયાર કરી હતી, તેના માટે કોઈ સોફ્ટવેર કે બનાવટી સીલ-સહીનો ઉપયોગ થયો હતો કે નહીં અને આ બંનેએ અગાઉ પણ અન્ય મિલકતો માટે આવી બોગસ એનઓસી બનાવી આપી છે કે કેમ. પોલીસ આ મામલે વધુ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પણ એકત્ર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો