ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ''27 વખત નગ્ન કરી, અને 3વાર...'', એકસમયે તિહાડ જેલમાં તડપતી એકટ્રેસનો ચોંકાવનારો ખુલાસો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / ''27 વખત નગ્ન કરી, અને 3વાર...'', એકસમયે તિહાડ જેલમાં તડપતી એકટ્રેસનો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 04:27 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રખ્યાત અભિનેત્રી અને ઈન્ફ્લુએન્સર સંદીપા વિર્કે અનેક મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. આશરે 6 કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તેમણે તિહાર જેલમાં સાડા ચાર મહિના વિતાવવા પડ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.

1/5

photoStories-logo

1. જેલના જીવનની કડવી હકીકત જણાવી

સંદીપા વિર્ક અવારનવાર અલગ અલગ ઇન્ટરવ્યૂમાં જેલમાં વિતાવેલા ભયાનક પળો વિશે વાત કરતી જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે જેલના જીવનની કડવી વાસ્તવિકતા વિશે ખુલીને વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સંદીપાએ જણાવ્યું કે, જેલમાં સુરક્ષા તપાસ અત્યંત કડક હોય છે. કેદીઓને વારંવાર કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવે છે અને અનેક કિસ્સાઓમાં તેમની નગ્ન અવસ્થામાં તપાસ કરવામાં આવે છે, આ અનુભવ યાતના સમાન હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફૂટપાથ પર સૂનારા લોકોની સ્થિતિ વધુ સારી

સંદીપાએ કહ્યું કે, જેલની અંદર પણ માણસ કેદ જ રહે છે. ત્યાં યોગ્ય ખોરાક મળતો નથી. તેઓ વારંવાર એકસરખો જ ખોરાક પીરસે છે. માત્ર બે ચમચી શાક અને એવી ચા જે સાદા પાણી જેવી પાતળી હોય છે. સંદીપાએ કહ્યું કે, જેલમાં જનારા લોકો કરતાં ફૂટપાથ પર સૂનારા લોકોની સ્થિતિ વધુ સારી હોય છે. જેલમાં જીવન બરબાદ થઈ જાય છે, માણસને બસ મરી જવાનું મન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. જેની પાસે પૈસા હોય છે તેને સુવિધા..

સંદિપાએ જણાવ્યું કે જેલમાં જેની પાસે પૈસા હોય છે તેમને ફોનની સુવિધા પણ આપવામાં આવે છે. અભિનેત્રીએ કહ્યુ કે, જો તમારી પાસે પૈસા હોય, તો તમે જેલની અંદર કંઈ પણ કરી શકો છો. સુરક્ષા તપાસ વિશે વાત કરતાં સંદિપાએ ઉલ્લેખ કર્યો કે તિહાર જેલમાં મહિલા કર્મચારીઓ તપાસ કરે છે. તેઓ ગુપ્તાંગો પર ટોર્ચનો પ્રકાશ નાખે છે, મોટા સ્તન ધરાવતી મહિલાઓના સ્તનની શારીરિક તપાસ કરે છે અને મોઢુ ખોલીને તપાસ કરે છે, તેમજ વાળ ખુલ્લા કરાવીને તપાસ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 27 વાર મને નિર્વસ્ત્ર કરવામાં આવી

સંદિપાએ કહ્યું, જેલ અને કોર્ટ વચ્ચેની અવરજવર દરમિયાન સુરક્ષા તપાસ કરવામાં આવે છે. કોર્ટમાં જતાં પહેલાં મહિલા પોલીસ અધિકારીઓ મારી તલાશી લે છે. આ તપાસ માટે મારે એક જ દિવસમાં ત્રણ વાર નગ્ન થવું પડે છે." તેમણે ઉમેર્યું, "મારે દર 14 દિવસે કોર્ટમાં હાજર રહેવું પડે છે. તે હિસાબે અત્યાર સુધીમાં 27 વાર મને નિર્વસ્ત્ર કરવામાં આવી છે. સવાર અને સાંજની શિફ્ટ દરમિયાન ફરજ પરના કર્મચારીઓ અલગ-અલગ હોવાથી, દરરોજ ત્રણ અલગ-અલગ કેદીઓએ મને તે હાલતમાં જોઈ છે."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આપવીતી વર્ણવતી વખતે સંદીપા ભાવુક થઈ

સંદીપાએ જણાવ્યું કે જેલમાં સેનિટરી પેડ્સ પૂરા પાડવામાં આવતા નથી. ત્યાંના શૌચાલયો અત્યંત ગંદા છે અને સ્વચ્છતાના અભાવને કારણે મહિલાઓમાં ચેપ ફેલાય છે. તેમણે ઉલ્લેખ કર્યો કે કેદીઓએ એકબીજાની સાવ નજીક ગીચતામાં સૂવું પડે છે અને જીવજંતુઓ તેમના શરીર પર ફરે છે. જે સ્પર્શ થતાં જ શરીરને ચોંટી જાય છે. પોતાની આપવીતી વર્ણવતી વખતે સંદીપા ભાવુક થઈ ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

tihal jail struggles sandeepa virk private parts checking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ