ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ₹ 28.19 લાખના MD ડ્રગ્સ સાથે અમદાવાદમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ

કાર્યવાહી / ₹ 28.19 લાખના MD ડ્રગ્સ સાથે અમદાવાદમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ

Published By: Vishal Khamar

Last Updated: 01:21 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓ પાસેથી ₹28.19 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું, જ્યારે બોડકદેવમાં 1.5 કિલો ગાંજા સાથે પેડલર ઝડપાયો.

ADVERTISEMENT

નશામાં ગુજરાત કે પછી ‘ઉડતા ગુજરાત’... આ સવાલ હવે માત્ર ચર્ચાનો વિષય રહ્યો નથી. ગુજરાતના દરિયાઈ માર્ગેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના ખૂણેખૂણે નશાનો કારોબાર ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. યુવાપેઢી નશાના ચક્રમાં ફસાઈ રહી છે અને ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનું માર્કેટ સતત વિસ્તરી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા એક પછી એક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે છે, પરંતુ એક નેટવર્ક તૂટે ત્યાં સુધીમાં બીજી કડી સક્રિય થઈ જાય છે. હવે તો એજ્યુકેટેડ વર્ગનાં યુવકો-યુવતીઓ પણ નશાના રવાડે ચઢી રહ્યાં હોવાથી માફિયાઓને મોટું ગ્રાહક વર્ગ મળી ગયું છે.

અમદાવાદના નરોડા હંસપુરા ચાર રસ્તા પાસે બ્લેક કલરની કારમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવવાનો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. બાતમીના પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ સ્થળે વોચ ગોઠવી હતી. પોલીસની નજરથી બચીને ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં પહોંચાડવાની તૈયારી હતી, પરંતુ તે પહેલાં જ ક્રાઈમ બ્રાંચે સમગ્ર પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો.

બ્લેક કલરની કાર શંકાસ્પદ રીતે પસાર થતાં ક્રાઈમ બ્રાંચની ટીમે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે મધ્યપ્રદેશના અસલમ મનસૂરી, ઈમરાન મનસૂરી અને શેહઝાદ મનસૂરીને ઝડપી લીધા હતા. ત્રણેય પાસેથી પોલીસે કુલ ર૮.૧૯ લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આટલી મોટી કિંમતનું ડ્રગ્સ અમદાવાદમાં કોના સુધી પહોંચાડવાનું હતું તે મુદ્દો હવે તપાસનું કેન્દ્ર બન્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી કડી સામે આવી છે. આરોપીઓએ જણાવ્યું હતું કે ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતા ઈમરાન પઠાણ ઉર્ફે લાલાએ આપ્યો હતો. આ જથ્થો અમદાવાદના ડ્રગ્સ માફિયા સુધી પહોંચાડવાનો હતો એટલે કે મધ્યપ્રદેશમાં તૈયાર થયેલો અથવા ત્યાં પહોંચેલો ડ્રગ્સનો જથ્થો અમદાવાદ સુધી લાવી અહીંના નેટવર્કમાં સપ્લાય કરવાનો હતો. જો ક્રાઈમ બ્રાંચને બાતમી ન મળી હોત તો આ જથ્થો શહેરના નશાના નેટવર્કમાં પહોંચી ગયો હોત. હવે ક્રાઈમ બ્રાંચની તપાસ માત્ર ત્રણ આરોપીઓની ધરપકડ પૂરતી સીમિત નથી. ઈમરાન પઠાણ ઉર્ફે લાલા સુધી પોલીસ કેવી રીતે પહોંચે છે, અમદાવાદમાં ડ્રગ્સ કોને આપવાનું હતું, શહેરમાં આ જથ્થો કોના મારફતે ફેલાવવાનો હતો અને અગાઉ પણ આ જ નેટવર્ક મારફતે કેટલો માલ અમદાવાદમાં આવ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રગ્સના મૂળ સપ્લાયરથી લઈને અંતિમ ગ્રાહક સુધીની કડી શોધવી પોલીસ માટે મહત્ત્વની બની છે.

આ પણ વાંચોઃ ₹ 43,00,000 નહીં ભરનાર 81 ગ્રાહકોના કનેક્શન કટ, પોલીસને સાથે રાખી VGL ટીમ એક્શનમાં

રિક્ષામાં દોઢ કિલો ગાંજો, બોડકદેવમાં પેડલર ઝડપાયો

અમદાવાદમાં માત્ર લાખો રૂપિયાના ગાંજાનું નેટવર્ક પણ સક્રિય હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે એક યુવક રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રિક્ષાને અટકાવી તપાસ કરી હતી. રિક્ષાચાલક અબજલ વોરાને ઝડપી તપાસ કરતાં તેની પાસેથી દોઢ કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આશરે ૭પ હજાર રૂપિયાનો ગાંજો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. બંને કિસ્સાઓ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે અમદાવાદમાં નશાનો કારોબાર અલગ અલગ સ્વરૂપે ચાલી રહ્યો છે. એક તરફ મધ્યપ્રદેશથી લાખો રૂપિયાનું ડ્રગ્સ શહેરના નેટવર્ક સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, બીજી તરફ રિક્ષા જેવા સામાન્ય વાહનનો ઉપયોગ કરીને ગાંજાનો જથ્થો પણ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવી રહ્યો છે. ડ્રગ્સ માફિયાઓ માટે સૌથી મોટો ફાયદો એ છે કે નશો કરનારા લોકો સતત નવા નશાની શોધમાં રહે છે. એક વખત કોઈ યુવક કે યુવતી નશાની લતનો શિકાર બને ત્યાર બાદ તેને નશો પૂરો પાડવા માટે પેડલરોનું નેટવર્ક સક્રિય થઈ જાય છે. આ જ કારણસર હવે પોલીસ માટે માત્ર ડ્રગ્સનો જથ્થો પકડવો પૂરતો નથી. જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળનું આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે શોધવું જરૂરી બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad drug case Gujarat drug trafficking Ahmedabad Crime Branch

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ