ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગોલ્ડ-સિલ્વરમાં ધમાકેદાર તેજી, ચાંદી ₹2.37 લાખે, સોનું ₹1.53 લાખે પહોંચ્યું

photo-story

8 ફોટો ગેલેરી

બિઝનેસ / ગોલ્ડ-સિલ્વરમાં ધમાકેદાર તેજી, ચાંદી ₹2.37 લાખે, સોનું ₹1.53 લાખે પહોંચ્યું

Last Updated: 10:32 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શુક્રવારે સાંજે ચાંદીમાં અચાનક 7000 રૂપિયા સુધીનો વધારો થયો અને સોનું પણ 1.53 લાખ સુધી પહોંચ્યું છે. લાંબા ગાળે સોનું 15 લાખ સુધી જઈ શકે તેવી આગાહી સાથે નિષ્ણાતો ધીમે-ધીમે રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.

1/8

photoStories-logo

1. સોના અને ચાંદીમાં તેજી

સોના અને ચાંદીના બજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ઉતાર-ચઢાવનો સિલસિલો ચાલુ જ છે. જાન્યુઆરી 2026માં જે ઊંચી સપાટી જોવા મળી હતી તેની સરખામણીમાં હાલના ભાવ હજુ પણ નીચા જ છે. શુક્રવારે પણ આખો દિવસ દબાણ રહ્યું પણ સાંજ પડતાં અચાનક તેજીનો માહોલ બની ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ચાંદીનો ભાવમાં

અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે ઘરેલું માર્કેટ અને MCXમાં ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો. ચાંદી 3000 રૂપિયા ઉપર ચઢીને 2.37 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. દિવસ દરમિયાન તે 2.30 લાખ સુધી ગઈ હતી. એટલે કે નીચા સ્તરથી લગભગ 7000 રૂપિયા પ્રતિ કિલોનો ઉછાળો આવ્યો. અચાનક વધેલી માંગને કારણે આ તેજી આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. એક્સપર્ટ શું કહે છે?

જેમાં એક્સપર્ટનું માનવું છે કે માત્ર રોકાણકારોની માંગ જ નહીં પણ સોલર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાંથી આવતી મજબૂત ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવમાં વધુ સુધારો થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સોનાનો ભાવ

સોનાની વાત કરીએ તો તેનો ભાવ વધીને 1.53 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. કારોબાર દરમિયાન તે 1,50,600 રૂપિયા સુધી નીચે આવી ગયુ હતું. યાદ રહે કે આ વર્ષે જાન્યુઆરીમાં સોનું 1.91 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ચૂક્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સોનું 15 લાખનો આંકડો સ્પર્શી શકે?

છેલ્લા દિવસોમાં ઇન્ટરનેશનલ સ્તરે જાણીતા અરબપતિ રોકાણકાર અને ઈલેક્ટ્રમ ગ્રુપના ચેરમેન થોમસ કેપ્લાનનું એક નિવેદન ચર્ચામાં છે. તેમને આગાહી કરી છે કે લાંબા ગાળે સોનાના ભાવ 15 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પણ સ્પર્શી શકે છે. જોકે તેમને કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી આપી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. હાલ સોનાનો અંદાજ

હાલ સોનું 1.53 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો કેપ્લાનનો અંદાજ સાચો પડે તો વર્તમાન ભાવથી લગભગ દસ ગણો વધારો થઈ શકે છે. તેમનું કહેવું છે કે આજે સોનામાં દબાણ જોવા મળી રહ્યું હોય તો પણ વિશ્વભરમાં વધતા જીઓપોલીટીકલ તણાવ, કેન્દ્રીય બેંકો દ્વારા સતત સોનાની ખરીદી અને વૈશ્વિક અર્થતંત્રમાં વધતી અનિશ્ચિતતાને કારણે લાંબા ગાળે સોનામાં મજબૂત તેજી આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. રોકાણકારો માટે શું મેસેજ ?

માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે સોનું અને ચાંદી બંને હાલ ઊંચી અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ ચાંદી પોતાની ઔદ્યોગિક માંગ અને અચાનક વધેલી ઘરેલું માંગના જોરે ઉછાળો મારી રહી છે તો બીજી તરફ સોનાને વૈશ્વિક આર્થિક અસુરક્ષાની મદદ મળી રહી છે. આવા મોટા ઉતાર-ચઢાવવાળા સમયમાં રોકાણકારોને સલાહ આપવામાં આવી રહી છે કે એકસાથે મોટું રોકાણ કરવાને બદલે ધીમે-ધીમે અને તબક્કાવાર ખરીદી કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gold prices massive surge silver prices
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ