ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'બે મહિનાનો પગાર આપી જાઓ અને નોકરી લઈ જાઓ', અમદાવાદમાં નોકરી વાંચ્છુકોને લૂંટવાનો ધંધો ચાલતો, ACBએ રંગેહાથે પકડ્યા

અમદાવાદ / 'બે મહિનાનો પગાર આપી જાઓ અને નોકરી લઈ જાઓ', અમદાવાદમાં નોકરી વાંચ્છુકોને લૂંટવાનો ધંધો ચાલતો, ACBએ રંગેહાથે પકડ્યા

Published By: Kalpesh Kandoria

Last Updated: 06:06 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી મેળવવા માટે યુવાનો મહેનત અને અભ્યાસમાં વર્ષો લગાવી દે છે, પરંતુ જો સરકારી હોસ્પિટલની નોકરી માટે જ બે મહિનાનો પગાર લાંચમાં આપવો પડે તો?

ADVERTISEMENT

અમદાવાદની ESIC હોસ્પિટલમાં ભરતીના નામે ચાલતા કથિત લાંચના નેટવર્કનો ACBએ પર્દાફાશ કર્યો છે. 46 ઉમેદવારો પાસેથી 21.57 લાખની લાંચ લેવાઈ હોવાનો ખુલાસો થયો છે અને ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે નોકરીના સોદામાં કેટલા હાથ સામેલ હતા?

મળતી માહિતી મુજબ નોકરીવાંચ્છુક યુવકો પાસેથી બે-બે મહિનાનો પગાર માંગવામાં આવતો હતો, પકડાયેલા આ બે આરોપીઓ પાસેથી ACBએ 21 લાખ જેટલી રોકડ પણ કબ્જે કરી છે.

અમદાવાદમાં હોસ્પિટલની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં જ લાંચનું નેટવર્ક ચાલતું હોવાનો ACBએ પર્દાફાશ કર્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC હોસ્પિટલમાં આશરે 70 જેટલા કોન્ટ્રાક્ટ આધારિત પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ ભરતીની કામગીરી ખાનગી એજન્સી સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રા. લિને સોંપવામાં આવી હતી. જેમાં નર્સિંગ સ્ટાફ, એક્સ-રે ટેકનિશિયન, ECG ટેકનિશિયન અને હાઉસકીપર સહિતના વિવિધ પદ માટે ભરતી થવાની હતી. આ ભરતી માટે આવતા ઉમેદવારો પાસેથી બે પગાર જેટલી રકમ લાંચ તરીકે માંગવામાં આવતી હતી.

આ પણ વાંચો- સુરત ટેક્સટાઇલ માર્કેટ આગ દુર્ઘટના અંગે મોટા સમાચાર, જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવતો શખ્સ કેમેરામાં કેદ

ACB દ્વારા વટવા GIDC ખાતે ડિકોય ટ્રેપ કરીને પ્રમોદ પાંડે, પંકજ મિશ્રા, રાજીવ શુક્લા, અને જયેશ ચૌધરી નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે...પકડાયેલ આરોપીઓ ESIC મોડલ જનરલ હોસ્પિટલ માં પેરા મેડિકલ સ્ટાફમાં નોકરી મેળવવા માટે લોકો પાસે થી લાંચ મેળવતા હતા. આરોપીઓ પાસેથી એસીબીએ લાંચ પેટે મેળવેલ રૂપિયા 21 લાખ 57 હજાર કબ્જે કર્યા છે.

હરેશ ચાવડા, નાયબ નિયામક એસીબી

ભારત સરકારના નાણા વિભાગ હેઠળ આવતું કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એક સ્વાયત્ત સંસ્થા છે. ESIC દ્વારા બાપુનગર ખાતે કર્મચારીઓ માટે જનરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ આઉટસોર્સિંગ મારફતે પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ દિલ્હીની એજન્સી સિક્યોર શિલ્ડ સિક્યોરિટી સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ અગાઉથી ફરજ બજાવતા અને જેમની મુદ્દત પૂર્ણ થઈ રહી હતી તેવા કર્મચારીઓને છૂટા કરીને નવેસરથી પોતાની એજન્સી હેઠળ નોકરી પર રાખવા માટે તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ACBના ટોલ-ફ્રી નંબર પર મળી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પૈસા આપ્યા બાદ જ કર્મચારીઓને ફરી નોકરી પર રાખવામાં આવે છે. ફરિયાદને આધારે ACB દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

ACBની તપાસમાં સામે આવ્યું છે કે ESIC મોડલ જનરલ હોસ્પિટલમાં કોન્ટ્રકટ પર ભરતી કરવા માટે દિલ્હી સ્થિત સિક્યોરશિલ્ડ સિકયુરિટી સર્વિસ પ્રા.લી.ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યાં પ્રમોદ પાંડે અને પંકજ મિશ્રા ઓપરેશન મેનેજર તરીકે નોકરી કરતા હતા. જેઓ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવ્યા હતા અને જે લોકો નોકરી મેળવવા માંગતા હોય તેવા લોકોને વટવા GIDC સ્થિત ઓફિસ બોલાવતા હતા.

ઓફિસમાં બોલાવી રાજીવ શુક્લા અને જયેશ ચૌધરી પહેલા તેમની પાસે મોબાઈલ કે અન્ય કોઈ ઉપકરણો છે કે કેમ તેનું ચેકીંગ કરતા હતા. બાદમાં તેમને પંકજ અને પ્રમોદને મળવા માટે મોકલતા હતા. જે બંને આરોપીઓ જે હોદ્દા માટે નોકરી મેળવવી હોય તેના બે પગાર જેટલી રકમ લાંચ પેટે પડાવી લેતા હતા. એટલું જ નહીં આરોપીઓ પોતાના બચાવ માટે પહેલા જ કોઈ પણ કર્મચારીએ લાંચ પેટે કોઈ રકમ ચૂકવી નથી તેવા લખાણ સાથેના ફોર્મ પર સહી કરાવી લેતા હતા.

બાપુનગર સ્થિત હોસ્પિટલમાં અલગ અલગ વિભાગોમાં કુલ 70 જગ્યા માટે ભરતી કરવાની હતી. જેમાં આરોપીઓએ 46 લોકો પાસેથી 21 લાખ 57 હજાર 900 રૂપિયા જેટલી રકમ લાંચ પેટે પડાવી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે.

હાલમાં એસીબીએ ચારેય આરોપી ઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ખાનગી એજન્સી અગાઉ અન્ય કયા વિભાગો કે સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી ચૂકી છે? અગાઉના કોન્ટ્રાક્ટમાં પણ કોઈ ગેરરીતિ થઈ હતી કે કેમ? અને ભરતીના નામે અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારો પાસેથી લાંચ લીધી છે? અને આ સમગ્ર લાંચ કાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ACB Ahmedabad Job Scam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ