ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:07 PM, 11 September 2026
1/7
ગણપતિ બપ્પાના આગમનની ઉત્સુકતા હવે વધી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ઘરો અને મંડપોમાં સ્થાપિત કરીને વિધિવત્ પૂજા કરવામાં આવે છે. વિઘ્નહર્તા ગણપતિની આરાધના કરવાથી જીવનની અડચણો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો માર્ગ ખુલે છે તેવી માન્યતા છે.
2/7
આ વર્ષે તારીખને લઈને થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. અમુકને 13 સપ્ટેમ્બરની વાત થઈ રહી છે પણ પંચાંગ અનુસાર મુખ્ય પર્વ 14 સપ્ટેમ્બર 2026ના સોમવારે જ મનાવવામાં આવશે. ચતુર્થી તિથિ 14ની સવારથી શરૂ થઈને 15 સપ્ટેમ્બરની સવાર સુધી ચાલશે. તેથી સ્થાપના અને મુખ્ય પૂજા 14 સપ્ટેમ્બરે જ કરવાની રહેશે.
ADVERTISEMENT
3/7
ઘરમાં ગણપતિ બપ્પાને બિરાજમાન કરાવવાનો આ દિવસ છે. ભક્તો પોતાની ભક્તિ અને સુવિધા મુજબ મૂર્તિ લાવે છે અને પછી એક-બે, ત્રણ, પાંચ, સાત કે દસ દિવસ સુધી પૂજા કરે છે. દિલ્હી માટે સવારે 11.02થી બપોરે1.31 સુધીનો સમય ખાસ શુભ માનવામાં આવ્યો છે. બીજા શહેરોમાં સ્થાનિક પંચાંગ મુજબ સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે, તેથી પોતાના વિસ્તારનું મુહૂર્ત પણ ચેક કરી લેવું સારું.
4/7
ગણેશજીને દૂર્વા, લાલ ફૂલો, મોદક, તાજા ફળ અને મીઠાઈ ખાસ પસંદ છે. પૂજા શરૂ કરતા પહેલાં સ્થાન સાફ કરીને બાજવટ મૂકો, તેના પર કપડું પાથરીને મૂર્તિ સ્થાપિત કરો. પછી જળ અને પંચામૃતથી સ્નાન કરાવો, વસ્ત્ર, ફૂલ, દૂર્વા અને અન્ય સામગ્રી અર્પણ કરો. મોદકનો ભોગ લગાવીને આરતી કરો અને પ્રસાદ વહેંચો. આ સરળ વિધિથી પૂજા પૂર્ણ થાય છે.
ADVERTISEMENT
5/7
6/7
ગણેશ ચતુર્થીથી જ દસ દિવસીય ગણેશોત્સવની શરૂઆત થશે. આ સમયગાળામાં ઘર અને મંડપોમાં નિયમિત આરતી, ભજન અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આખા ઉત્સવનું સમાપન 25 સપ્ટેમ્બર 2026ના અનંત ચતુર્દશીના દિવસે થશે. તે દિવસે મોટાભાગના ભક્તો મૂર્તિનું વિસર્જન કરશે. અમુક પોતાની પરંપરા મુજબ વહેલું પણ વિસર્જન કરી લે છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ