ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં વધુ એકનું મોત, અત્યાર સુધીમાં કુલ 62 શખ્સોને થઇ છે અસર
Last Updated: 08:21 AM, 12 September 2026
ADVERTISEMENT
ભાવનગરમાં સર્જાયેલા ચકચારી નકલી દારૂકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે. નકલી દારૂના સેવનથી અસરગ્રસ્ત રિક્ષાચાલકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
ADVERTISEMENT
નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં કુલ 62 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 40 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT
બીજી તરફ, સમગ્ર કાંડમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 2 PI સહિત કુલ 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવ્યા બાદ એક પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી છે.

ADVERTISEMENT
નકલી દારૂકાંડની તપાસને આજે 24મો દિવસ છે. સમગ્ર મામલાની તપાસ SMC દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જોકે, છેલ્લા 5 દિવસથી SMC દ્વારા કોઈ નવા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જેના કારણે તપાસની ગતિને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતના ભટારમાં માસૂમ સાથે હેવાનિયત, 9 વર્ષની બાળકીની આપવીતીથી ખુલ્યું 45 વર્ષીય ઢગાનું કાળું કૃત્ય
ADVERTISEMENT
એક તરફ નકલી દારૂના કારણે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે, તો બીજી તરફ તપાસના 24મા દિવસે પણ નવા આરોપીઓ સામે કાર્યવાહી ન થતાં હવે તપાસ ક્યાં સુધી પહોંચે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT