ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોદી-પેઝેશ્કિયાનની મુલાકાતમાં મોટો સંદેશ, ‘યુદ્ધ નહીં, સંવાદથી ઉકેલ’ પર ભારતનો ભાર

BRICS 2026 / મોદી-પેઝેશ્કિયાનની મુલાકાતમાં મોટો સંદેશ, ‘યુદ્ધ નહીં, સંવાદથી ઉકેલ’ પર ભારતનો ભાર

Published By: Nirav Kumar

Last Updated: 11:25 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતમાં પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉકેલ સંવાદ અને કૂટનીતિથી થવો જોઈએ તેવું સ્પષ્ટ કહ્યું છે. આ બંને નેતાઓએ સમુદ્રી સુરક્ષા, દ્વિપક્ષીય સંબંધો અને BRICSમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી.

ADVERTISEMENT

શુક્રવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે મહત્વની મુલાકાત થઈ. આ બેઠક એવા સમયે યોજાઈ જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે અને ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ચૂક્યા છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, આ વિસ્તારના સંઘર્ષનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિ દ્વારા જ શોધવો જોઈએ.

આ બંને નેતાઓએ વિસ્તારની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર ચર્ચા કરી. પીએમ મોદીએ સુરક્ષિત સમુદ્રી માર્ગો અને નાવિકોની સુરક્ષા પર ખાસ ભાર મૂક્યો. તેમને કહ્યું કે નેવિગેશન અને વેપારની સ્વતંત્રતા જાળવવી તથા સમુદ્રી યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી ખુબ જરૂરી છે.

આ મુલાકાત બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બીજી વખત થઈ છે. પેઝેશ્કિયાન BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પ્રથમ ભારત યાત્રા છે. આ સમયે ઈરાન પર અમેરિકાની નવી આર્થિક સેન્શ્ક્સ પાબંદીઓને કારણે પ્રદેશમાં તણાવ વધી ગયો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ ભારતના સતત વલણને ફરી રીપીટ કર્યું હતું કે બધા મુદ્દાઓને વાતચીત અને કૂટનીતિ દ્વારા જ ઉકેલવા જોઈએ. તેમને આ વિસ્તારમાં કાયમી શાંતિ અને સ્થિરતા માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

આ બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર પણ વાત કરી હતી. પીએમ મોદીએ મુશ્કેલ પરિસ્થિતિ છતાં BRICSની બેઠકોમાં ઈરાનની નિયમિત અને ઉચ્ચ-સ્તરીય ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો . તેમને ‘ગ્લોબલ સાઉથ’ના દેશો વચ્ચે સહયોગ, ફલેકસીબીલીટી અને સ્થિરતા વધારવામાં BRICSની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.

અગાઉ 31 ઓગસ્ટે બિશ્કેકમાં SCO સંમેલન દરમિયાન પણ બંને નેતાઓ મળ્યા હતા. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત સંઘર્ષ સમાપ્ત કરવાના બધા પ્રયાસોનું સમર્થન કરે છે. પેઝેશ્કિયાને ત્યારે ભારતને રિકવેસ્ટ કરી હતી કે તેના વ્યાપક સંપર્કોનો ઉપયોગ કરીને યુદ્ધના માર્ગથી દૂર રહીને વાતચીત તરફ પાછા ફરવામાં મદદ કરે.

ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવિરત આવાજાહીના મહત્વને ફરી અન્ડરલાઈન કર્યું છે. આ માર્ગને વિશ્વનું સૌથી મહત્વનું એનર્જી ચોકપોઈન્ટ માનવામાં આવે છે જેમાંથી વિશ્વનું આશરે 20 ટકા પેટ્રોલિયમ પસાર થાય છે. તેની નાકાબંધીને કારણે વૈશ્વિક તેલ પુરવઠામાં મુશ્કેલીઓ આવી છે.

વધુ વાંચો : ગળે ભેટ્યાં, પુસ્તક ભેટ કરી, ભારત મંડપમમાં PM મોદી-પુતિનની બેઠક શરૂ

આ બંને નેતાઓની હાથમાં હાથ નાખીને લીધેલી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં બંને એકબીજાના હાથ ને મજબૂતીપૂર્વક પકડી રહ્યા છે. જેને મિત્રતાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. જેમાં ભારતમાં ઈરાની દૂતાવાસે પણ આ તસવીર શેર કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BRICS PM Modi Masoud Pezeshkian

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ