ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / આખરે MSUમાં અશ્લીલ હરકત કરનાર સ્ટુડન્ટ્સે માંગી માફી, કહ્યું “I am sorry...”
Last Updated: 10:21 AM, 12 September 2026
ADVERTISEMENT
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં જાહેરમાં રોમાન્સ કરતા વિદ્યાર્થીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલે નવો વળાંક આવ્યો છે. ઘટનામાં સંડોવાયેલી વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની હરકત બદલ માફી માગી છે. બીજી તરફ યુનિવર્સિટી દ્વારા રચાયેલી તપાસ કમિટી સમક્ષ વિદ્યાર્થિની હાજર થઈ હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
ADVERTISEMENT
ક્લાસરૂમમાં બે કપલના વીડિયો થયા વાયરલ
મળતી માહિતી મુજબ, આર્ટ્સ ફેકલ્ટીના એક ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરી વચ્ચે બે કપલ કથિત રીતે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પાછળની બેન્ચ પર બેઠેલી વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. બાદમાં આવા બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયો સામે આવ્યા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં પણ આ ઘટનાને લઈને ચર્ચા અને નારાજગી જોવા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદ્યાર્થિનીએ વીડિયો જાહેર કરી માફી માગી
વીડિયો વાયરલ થયા બાદ ઘટનામાં સંડોવાયેલી વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર માફી માગતો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેણે પોતાની હરકત બદલ દિલગીરી વ્યક્ત કરતાં “I am sorry for my actions” કહ્યું છે. જોકે, માફી બાદ પણ સમગ્ર મામલે કાર્યવાહી અંગે ચર્ચા યથાવત છે. વિદ્યાર્થી સંગઠનો તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દ્વારા પણ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
ADVERTISEMENT
તપાસ કમિટી સમક્ષ નિવેદન નોંધાયું
મામલાની તપાસ માટે ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીનની અધ્યક્ષતામાં વિશેષ તપાસ કમિટી બનાવવામાં આવી છે. કમિટી દ્વારા ઘટનામાં સંડોવાયેલા સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ફેકલ્ટી ડીન અને તપાસ કમિટીના સભ્ય કલ્પના ગવલીએ જણાવ્યું કે, કેમ્પસમાં ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે તપાસની સાથે સ્પેશિયલ સ્ક્વોડ કમિટી પણ તહેનાત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હજુ અન્ય લોકોનાં નિવેદનો લેવાના બાકી હોવાથી તપાસ પ્રક્રિયા ચાલુ રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં વધુ એકનું મોત, અત્યાર સુધીમાં કુલ 62 શખ્સોને થઇ છે અસર
હવે યુનિવર્સિટી શું નિર્ણય લેશે?
ADVERTISEMENT
વિદ્યાર્થિનીએ જાહેરમાં માફી માગ્યા બાદ હવે યુનિવર્સિટી પ્રશાસન તપાસના અંતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. કમિટીનો અહેવાલ અને સંબંધિત વિદ્યાર્થીઓનાં નિવેદનોના આધારે યુનિવર્સિટી દ્વારા આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT