ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગણેશ વિસર્જન માટે અમદાવાદમાં AMCએ બનાવ્યા 47 કૃત્રિમ કુંડ, કરાયું અદભુત આયોજન

ગુજરાત / ગણેશ વિસર્જન માટે અમદાવાદમાં AMCએ બનાવ્યા 47 કૃત્રિમ કુંડ, કરાયું અદભુત આયોજન

Published By: Nidhi Panchal

Last Updated: 03:51 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદી અને શહેરનાં તળાવોને પ્રદૂષણથી બચાવવા AMC દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 38 સ્થળોએ કુલ 47 કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરાશે અને નાગરિકોને તેનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.

ADVERTISEMENT

ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદી અને શહેરનાં તળાવોને પ્રદૂષણથી બચાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ૩૮ સ્થળોએ કુલ ૪૭ કૃત્રિમ કુંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકોને કુદરતી જળાશયોમાં મૂર્તિ વિસર્જન કરવાના બદલે આ કુંડનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

GANESH-LAST

AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આયોજન મુજબ પશ્ચિમ, ઉત્તર, મધ્ય, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં વિસર્જન કુંડ બનાવાશે. પશ્ચિમ ઝોનમાં પલ્લવ ચાર રસ્તા, ઔડા ગાર્ડન, મોટેરા તળાવ, અચેર સ્મશાનગૃહ, વલ્લભ સદન, સાહિત્ય પરિષદ, રાણીપ તથા પાલડી સહિતનાં સ્થળોએ કુંડ રહેશે. ઉત્તર ઝોનમાં સૈજપુર તળાવ, રિવરવ્યૂ વિસ્તાર, ભદ્રેશ્વર સ્મશાન અને કોતરપુર સહિતનાં સ્થળોએ વ્યવસ્થા કરાશે.

ગોતા અને થલતેજમાં કુંડ બનાવાશે

મધ્ય ઝોનમાં શાહપુર, શાહીબાગ અને જમાલપુર, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા અને થલતેજમાં કુંડ બનાવાશે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જોધપુર અને સરખેજ, પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, રામોલ અને નિકોલ તથા દક્ષિણ ઝોનમાં વટવા, મણિનગર, ખોખરા અને લાંભામાં કૃત્રિમ કુંડ તૈયાર કરાશે.

જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સૂચના આપવામાં આવી

કુંડની કામગીરી દરમિયાન HDPE લાઇનર, બેરિકેડિંગ, નિયમિત સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સૂચના આપવામાં આવી છે. સફાઈ દિવસમાં બે વખત કરાશે. આગ-અકસ્માતની સ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડ અને સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં પરવાનગી વિના મૂર્તિ વિસર્જન તેમજ નિર્માલ્ય નદીમાં ફેંકવા પર પ્રતિબંધ રહેશે. ભીડ નિયંત્રણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવશે.

આ પણ વાંચો : વનતારામાં માધુરી હાથણીએ સારવાર પૂર્ણ કરી, હવે પુનર્વસન બાદ પરત ફરશે મહારાષ્ટ્ર

સાબરમતીમાં વિસર્જન પર પ્રતિબંધ

ગણેશ મહોત્સવ દરમિયાન સાબરમતી નદીની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે નદીમાં પરવાનગી વગર ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા પર સખત પ્રતિબંધ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં મૂર્તિ વિસર્જન ઉપરાંત નિર્માલ્ય કે અન્ય પૂજા સામગ્રી નદીમાં ફેંકવા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો કુદરતી જળાશયોના બદલે એએમસી દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ વિસર્જન કુંડનો ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. વિસર્જન દરમિયાન ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવશે, જ્યારે અકસ્માત ટાળવા નદીકાંઠે ફાયર અને સિક્યોરિટી ટીમ પણ તહેનાત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Visarjan Ahmedabad AMC Artificial Kunds

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ