ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજાની એન્ટ્રી, જુઓ ક્યાં વરસ્યો?
5 ફોટો ગેલેરી
Last Updated: 03:42 PM, 12 September 2026
1/5
વલસાડ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા માહોલ વચ્ચે વાપી, પારડી, વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદના કારણે ગરમીથી રાહત મળતાં શહેરીજનોમાં પણ આનંદ છવાયો હતો.
2/5
નર્મદા જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે, રાત્રિના સમયે કેવડિયા અને ગરુડેશ્વર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. વરસાદના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે પડેલા વરસાદથી ખેતીના પાકને જરૂરી પાણી મળવાની આશા જાગી છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
3/5
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના હાલર રોડ, આઝાદ ચોક, ભાગડાવાડા, તિથલ રોડ તેમજ કોસંબા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય પાક એવા ડાંગરના પાક માટે આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. ખેતી માટે અનુકૂળ વરસાદ થતાં ખેડૂતોને પાકના સારા ઉત્પાદનની આશા બંધાઈ છે.
4/5
ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી મહેર કરી છે. વઘઈ, સાપુતારા, આહવા અને સુબિર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને ક્યાંક ધીમી તો ક્યાંક હળવીથી મધ્યમ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના અભાવે ખેતી પાકને થઈ રહેલી મુશ્કેલી વચ્ચે વરસાદથી પાકને જરૂરી ભેજ મળતાં ખેડૂતોને રાહત મળી છે. બીજી તરફ સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણ આહલાદક બન્યું છે અને કુદરતી સૌંદર્યમાં પણ નિખાર આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આશા વચ્ચે ખેડૂતો હવે આગામી દિવસોમાં સારો વરસાદ વરસે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
ADVERTISEMENT
5/5
ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 13 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે. 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે અને ડાંગ, નવસારી, વલસાડ તથા દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. 14 અને 15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે 15 સપ્ટેમ્બરે પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદ તથા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ