ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / શો શરૂ થતાં જ સલમાન ખાનનો ફેવરિટ બન્યો આ કન્ટેસ્ટન્ટ, કહ્યું- 'ઘરમાં ગમે તેટલા સ્ટાર હોય, રૉકસ્ટાર તો એક જ છે'
5 ફોટો ગેલેરી
Last Updated: 04:58 PM, 12 September 2026
1/5
બિગ બોસ 20 ના પ્રથમ 'વીકેન્ડ કા વાર' માં સલમાન ખાને કન્ટેસ્ટન્ટ કાઝી તૌકીરની ઉમળકાભેર પ્રશંસા કરી તેને ઘરનો અસલી 'રૉકસ્ટાર' ગણાવ્યો હતો. કાઝીની ગેમ અને પર્સનાલિટીથી પ્રભાવિત થઈને સલમાને ઘરના અન્ય તમામ સભ્યોને પણ તેનો સિગ્નેચર સ્ટેપ ફોલો કરવા કહ્યું હતું.
2/5
ટેલિવિઝન જગતના સૌથી મોટા અને ચર્ચિત રિયાલિટી શો 'બિગ બોસ 20' નો પ્રથમ 'વીકેન્ડ કા વાર' એપિસોડ ધમાકેદાર રહેવાનો છે. શોના હોસ્ટ અને બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ઘરના તમામ સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જ્યાં તેમણે કેટલાક સ્પર્ધકોના ક્લાસ લીધા તો કેટલાકની પ્રશંસા પણ કરી. પરંતુ આ વીકેન્ડ પર એ સ્પષ્ટ થઈ ગયું છે કે શોના પહેલા જ અઠવાડિયામાં સલમાન ખાનના દિલમાં કોણે ખાસ જગ્યા બનાવી લીધી છે.
ADVERTISEMENT
3/5
શોના પ્રારંભિક દિવસથી જ પોતાની અનોખી શૈલી, મનોરંજક વાતો અને હરકતોથી દર્શકોનું ધ્યાન ખેંચનાર કન્ટેસ્ટન્ટ કાઝી તૌકીર શોનો સૌથી ચર્ચિત ચહેરો બની ગયો છે. જીયોહોટસ્ટાર પર રિલીઝ થયેલા નવા પ્રોમો વીડિયોમાં સલમાન ખાન કાઝીની ખુલ્લેઆમ પ્રશંસા કરતા જોવા મળે છે. ભાઈજાને કાઝીને બિરદાવતા કહ્યું કે, "આ ઘરમાં ગમે તેટલા સ્ટાર્સ હોય, પણ અસલી રૉકસ્ટાર તો એક જ છે – કાઝી તૌકીર!"
4/5
સલમાન ખાને કાઝીના અનોખા વોકિંગ અને ડાન્સ ક્રેઝને હાઈલાઈટ કરતાં તેને પોતાનો સિગ્નેચર સ્ટેપ બતાવવા કહ્યું હતું. ત્યારબાદ સલમાનના કહેવા પર ઘરના તમામ સ્પર્ધકો કાઝી સાથે તેનો ફેમસ સ્ટેપ 'આઈ એમ અ રૉકસ્ટાર બેબી' કરતા જોવા મળ્યા હતા. સલમાન ખાનના મોઢે પોતાની આટલી મોટી પ્રશંસા સાંભળીને કાઝી તૌકીર ભારે ઉત્સાહિત અને ખુશ જણાતો હતો.
ADVERTISEMENT
5/5
સૂત્રો અને સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાઝી તૌકીર સમગ્ર અઠવાડિયા દરમિયાન ઘરમાં દરેક જગ્યાએ સક્રિય જોવા મળ્યો છે. સલમાન ખાને પોતે કબૂલ્યું કે તેઓ કાઝીની હરકતો અને રિયાલિટી ગેમને પર્સનલી એન્જોય કરી રહ્યા છે. પ્રથમ જ અઠવાડિયે હોસ્ટનો આટલો મોટો સપોર્ટ મળવો કાઝીની આગળની સફર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ