ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતે સિરીઝ પર કર્યો કબજો, સંજુ સેમસનની તોફાની ફિફ્ટી

IND vs AFG / અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતે સિરીઝ પર કર્યો કબજો, સંજુ સેમસનની તોફાની ફિફ્ટી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:09 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs Afg 2nd T20I Highlights: પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા. જવાબમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી અને આસાન જીત મેળવી છે.

ADVERTISEMENT

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 15 સપ્ટેમ્બરના ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે પોતાનો વિજય ક્રમ જાળવી રાખ્યો છે. ભારતે બીજી ટી20 7 વિકેટથી જીતીને શ્રેણી જીતી લીધી છે. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાન 8 વિકેટે 159 રન બનાવવામાં સફળ રહ્યું. ફરી એકવાર અફઘાન બેટ્સમેન ભારતીય બોલરો સામે લાચાર દેખાયા હતા.

160 રનના લક્ષાંકનો પીછો કરતા અભિષેક શર્મા અને સંજુ સેમસન વચ્ચે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી થઈ. રાશિદ ખાને અભિષેકને આઉટ કર્યો. અભિષેક 19 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 39 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

સંજુ સેમસને 20 બોલમાં અડધી સદી ફટકારીને ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી. સેમસન અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થયો. ઈશાન કિશન (38) અને તિલક વર્મા (15) અણનમ રહ્યા અને ટીમને 7 વિકેટથી વિજય અપાવ્યો.

અગાઉ ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન સામે અફઘાનિસ્તાનનો બેટિંગ ક્રમ તૂટી પડ્યો. અફઘાન ટીમના અડધા ખેલાડી 100 રનના સ્કોર સુધી પહોંચતા પહેલા પેવેલિયનમાં પાછા ફર્યા હતા. ભારતીય બોલરોએ મેચની શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

જસપ્રીત બુમરાહે પહેલી ઓવરમાં મેડન ઓવર ફેંકી, જેનાથી અફઘાન બેટ્સમેન પર ભારે દબાણ આવ્યું. બીજા છેડેથી બોલિંગ કરી રહેલા અર્શદીપ સિંહને આ દબાણનો ફાયદો થયો. રન બનાવવાની ઉતાવળમાં રહેમાનુલ્લાહ ગુરબાઝે હવામાં શોટ માર્યો અને રવિ બિશ્નોઈએ એક સરળ કેચ પકડ્યો.

આ પછી ઇબ્રાહિમ જાદરાન (37 રન) અને સેદિકુલ્લાહ અટલ (12 રન) સાવધાનીપૂર્વક રમી બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી અને ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ રાહત વધુ સમય ટકી નહી. રવિ બિશ્નોઈએ અટલને આઉટ કરીને સાજેદારી તોડી નાખી, અને પછી ઝદરાન પણ પેવેલિયનમાં પાછો ફર્યો હતો.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રિકેટ / શ્રીલંકાને હરાવી ભારતે મહિલા એશિયા કપ જીત્યો, પરંતુ પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર!

ત્રીજો ફટકા સાથે અફઘાનિસ્તાનની ટીમ સંપૂર્ણપણે હચમચી ગઇ. નીતિશ કુમાર રેડ્ડીએ ગુલબદીન નઇબ (10 રન) ને આઉટ કર્યો. અક્ષર પટેલે અઝમતુલ્લાહ ઓમરઝાઈ (11 રન) ને આઉટ કર્યો. અર્શદીપ સિંહે આક્રમક રમતા દરવિશ રસૂલી (26 રન) ને આઉટ કરીને અફઘાનિસ્તાનને છઠ્ઠો ફટકો આપ્યો. ભારતીય બોલરોના આ સુનિયોજિત આક્રમણે અફઘાનિસ્તાનની ટીમને બેકફૂટ પર લાવી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs AFG T20 Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ