ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચાંગોદર-સાણંદ-બાવળા પટ્ટામાં પાણી ભરાતા ઉદ્યોગોની કામગીરી ખોરવાઈ

અમદાવાદ / ચાંગોદર-સાણંદ-બાવળા પટ્ટામાં પાણી ભરાતા ઉદ્યોગોની કામગીરી ખોરવાઈ

Published By: Vishal Khamar

Last Updated: 03:14 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંગોદર-સાણંદ-બાવળા પટ્ટામાં આવેલા ઔદ્યોગિક એકમોની કામગીરીને ગઈ કાલે ફરી એક વાર ફટકો પડ્યો હતો.

ADVERTISEMENT

ચાંગોદર-સાણંદ-બાવળા પટ્ટામાં આવેલા ઔદ્યોગિક એકમોની કામગીરીને ગઈ કાલે ફરી એક વાર ફટકો પડ્યો હતો. અનેક ઔદ્યોગિક વસાહતો અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં ઉદ્યોગકારોએ સરકાર પાસે તાત્કાલિક અને કાયમી પગલાં ભરવાની માગ કરી હતી.

બસો અને નાનાં વાહનો માટે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બનતાં કામદારોને હાઇવે પરથી ઔદ્યોગિક વસાહતો સુધી પહોંચાડવા ટ્રેક્ટરોનો ઉપયોગ કરવો પડ્યો હતો, પરિણામે કામદારોની અવરજવર ઉપરાંત કાચામાલ અને તૈયાર માલની હેરફેરને પણ અસર થઈ હતી.

પરિસ્થિતિ ખાસ કરીને ફાર્મેઝ એસઈઝેડમાં ગંભીર હતી, જ્યાં અનેક નિકાસલક્ષી ફાર્માસ્યુટિકલ કંપનીઓ કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાણીનો નિકાલ કરવા માટે પંપ લગાવનારા મોટા ભાગના એકમોને પણ પાણી બહાર કાઢવા માટે અસરકારક માર્ગ શોધવામાં મુશ્કેલી પડી હતી.

એકમો સુધી પહોંચવાના રસ્તા જ બંધઃ ફેક્ટરીના ફ્લોર પર પણ પાણી

રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એકમો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જ્યારે અનેક ફેક્ટરીના ફ્લોર પર પાંચથી છ ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું હતું. ગઈ કાલની આ સ્થિતિએ નવી ચિંતા ઊભી કરી છે, કારણ કે આ વખતે પડેલો વરસાદ ૨૩ જુલાઈના વરસાદ કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો. સ્વસ્તિક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ઉદ્યોગકાર સપન મજમુદારે જણાવ્યું છે કે આટલો ઓછો વરસાદ હોવા છતાં પાણી ભરાવાની સ્થિતિ ચિંતાજનક છે. હવે સરકારનું આગામી પગલું શું હશે તે અમારી મુખ્ય ચિંતા છે. આશરે બે મહિના સુધીના લાંબા વરસાદી વિરામ દરમિયાન પણ પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ દેખીતું કામ થયું ન હતું.

ચાંગોદર-બાવળા માર્ગ પર આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ તેમજ કેરાલા જીઆઈડીસીમાં પણ પાણી ભરાવાની ફરિયાદો સામે આવી હતી.નારોલમાં પાણી ભરાવાના કારણે ટેક્સટાઇલ એકમોના એપ્રોચ રોડ પર પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે કામદારો ફેક્ટરી સુધી પહોંચી શક્યા નહોતા.

આ પણ વાંચોઃ સરતમાં 'કરોડપતિ બાપ્પા'ના દર્શન માટે ભક્તોની પડાપડી, ડાયમંડને લઈ માલિકોમાં ચિંતા વધી

ટેક્સટાઇલ ઉદ્યોગકાર નરેશ શર્માએ જણાવ્યું કે અહીં પાંચથી છ ઇંચ પાણી ભરાયું હતું. કામદારો ફેક્ટરી સુધી પહોંચી શક્યા નહોતા. એપ્રોચ રોડ પર પાણી ભરાઈ જતાં ઉત્પાદનનું કામ આયોજન મુજબ ફરી શરૂ થઈ શક્યું નહોતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

industrial waterlogging Sanand Bavla Changodar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ