ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બકરા ચરાવવા ગયો તો ત્રાટકી વીજળી, રાપરમાં વીજળી પડવાથી બે લોકોના મોત
Last Updated: 03:23 PM, 15 September 2026
ADVERTISEMENT
કચ્છના રાપર તાલુકામાં બે અલગ-અલગ ઘટનાઓમાં 2 લોકોનાં મોત થયા હતા. જીલાર વાંઢમાં બકરા ચરાવવા ગયેલા યુવકનું વીજળી પડતાં મોત થયું. કેસાભાઈ કોળીનું સારવાર દરમિયાન મોત થયું હતું તો આડેસર ગામે વીજળી પડતાં જયંતિભાઈ પરમાર નામના યુવકનું મોત થયું હતું.
ADVERTISEMENT
વરસાદનો નવો રાઉન્ડ બન્યો આફત
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. આ સાથે આકાશી વીજળી આફત બનીને ત્રાટકી છે. હળવદના માથક ગામની સીમમાં વિજળી પડવાથી માતા પુત્રના મોત હતા. ખેત શ્રમિક મનકુબેન નાયકા (28) શ્યામ રાકેશ નાયકા મગફળીમાં પિયત કરતા હતા અને આ દરમિયાન વીજળી ત્રાટકી હતી જેમાં બન્નેના મોત થયા હતા. બંનેના મૃતદેહને ચરાડવા હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા તથા ઘટના અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
લાંબા વિરામ બાદ ફરી વરસાદ
કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભચાઉના વાંઢીયામાં વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકોને રાહત મળી હતી, જ્યારે રાપરના ચિત્રોડ અને ગેડી વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકાના ખેંગારપર, સુવઈ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. વરસાદ બાદ કેટલાક માર્ગો પર પાણી વહી નીકળતા રસ્તાઓ ભીના બન્યા હતા. બીજી તરફ નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામમાં પણ વરસાદ વરસતા ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.