ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં વરસાદી રાત્રે ગામમાં લાઈટ જતાં યુવકની છરો ઝીંકીને ઘાતકી હત્યા, પત્ની સાથે આડાસંબંધો જવાબદાર
Last Updated: 03:52 PM, 15 September 2026
ADVERTISEMENT
ભરૂચના વાગરા તાલુકાના પહાજ ગામમાં 27 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી.વરસાદી રાત્રે ગામમાં વીજળી ગુલ થતાં અંધારાનો લાભ લઈ વસીમ ઇકબાલ દિવાન ઉપર છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી આસિફ મહંમદ પટેલની ધરપકડ કરી છે. આરોપીને વસીમ અને પોતાની પત્ની વચ્ચે પ્રેમસંબંધ હોવાનો વહેમ હોવાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં, હવે પોલીસે આરોપીને પહાજ ગામે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે.
ADVERTISEMENT
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું
પોલીસ દ્વારા આરોપી આસિફ મહંમદ પટેલને પહાજ ગામે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આરોપી ઘટનાસ્થળે કેવી રીતે પહોંચ્યો, કયા સ્થળે હુમલો કર્યો અને ત્યારબાદ કયા માર્ગે ગયો હતો તે સહિતની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.આરોપીને ગામમાં લાવવામાં આવવાની જાણ થતાં મૃતકના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થતાં વાતાવરણ તંગ બન્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ઘટનાસ્થળે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
મૃતકની પત્ની સાથે આડાસંબંધો
ADVERTISEMENT
આરોપીને મૃત વસીમ અને પોતાની પત્ની વચ્ચે પ્રેમસંબંધ હોવાનો વહેમ હોવાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ ફરિયાદમાં નોંધાયેલી વિગતો છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી છરો અને બુલેટની ચાવી મળી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં દેખાતું હથિયાર હત્યામાં વપરાયું હતું કે કેમ અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વસીમની હત્યા પાછળ માત્ર એક જ વ્યક્તિ જવાબદાર છે? શું હત્યા પાછળ કોઈ કાવતરું હતું? અને પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે? હત્યાનું વાસ્તવિક કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.