ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નડિયાદમાં બંધ થયેલી 500 રૂપિયાની 1835 નોટ સાથે 2 શખ્સો ઝડપાયા, એક્ટિવાની ડેકીમાં છૂપાવી હતી
Last Updated: 05:03 PM, 15 September 2026
ADVERTISEMENT
નડિયાદમાં બંધ થયેલી 500 રૂપિયાની 1835 નોટ સાથે 2 શખ્સો ઝડપાયા હતા. આ તમામ નોટો એક્ટિવાની ડેકીમાં છૂપાવી રાખી હતી. ખેડાના નડિયાદમાં 500 રૂપિયાની 1835 નોટ સાથે 2 શખ્સો ઝડપાયા હતા. SOG પોલીસે જૂની 500ની નોટ સાથે 2 શખ્સોની કરી ધરપકડ કરી છે.
ADVERTISEMENT
એક્ટિવાની ડેકીમાં છૂપાવીને રાખી હતી
500ની બંધ થયેલી 1835 નોટ આરોપીઓએ એક્ટિવાની ડેકીમાં છૂપાવીને રાખી હતી. ઉલ્લેખીય છે કે આજથી 10 વર્ષ પહેલા 2016માં 500 અને 1000ની જુની નોટો બંધ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Tariffs / ટ્રમ્પની ટેરિફ નીતિઓ વિરુદ્ધ એકજૂટ થયું BRICS, વધતા ટેરિફ સામે આપી ચેતવણી
તારાપુરના શખ્સને વટાવવા આપી હતી
ADVERTISEMENT
આ ચલણી નોટો વટાવવાના હેતુથી તારાપુરના રાહુલ રાઠોડ નામના શખ્સે આપી હતી. જે હાલ મળી આવ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ધ સ્પેસિફાઇડ બેંક નોટ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.