ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પની ટેરિફ નીતિઓ વિરુદ્ધ એકજૂટ થયું BRICS, વધતા ટેરિફ સામે આપી ચેતવણી

Tariffs / ટ્રમ્પની ટેરિફ નીતિઓ વિરુદ્ધ એકજૂટ થયું BRICS, વધતા ટેરિફ સામે આપી ચેતવણી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:49 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BRICS 2026: BRICS નેતાઓએ શનિવારે ટેરિફ અને અન્ય વેપાર પ્રતિબંધોના વધતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT

BRICS 2026: BRICS નેતાઓએ શનિવારે ટેરિફ અને અન્ય વેપાર પ્રતિબંધોના વધતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બિક્સ નેતાઓએ કહ્યુ કે ટેરિફ વૈશ્વિક વેપાર અને આર્થિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. આ મુદ્દો નવી દિલ્હીમાં થયેલ BRICS શિખર સંમેલનમાં અપનાવવામાં આવેલા નવી દિલ્હી ઘોષણા પત્રનો હિસ્સો હતો. આ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓના ભાગ રૂપે ટેરિફ ધમકીઓનો ઉપયોગ કરી રહ્યા છે.

BRICSએ કહ્યું - એક ક્રોસરોડ્સ પર વૈશ્વિક વેપાર

બ્રિક્સ દેશોએ કહ્યું હતું કે વધતા ટેરિફ, વેપાર અવરોધો અને સંરક્ષણવાદી નીતિઓ વિશ્વભરના દેશો અને વ્યવસાયો માટે અનિશ્ચિતતા ઊભી કરી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે આ પગલાં સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી શકે છે, આર્થિક અસમાનતા વધારી શકે છે અને વૈશ્વિક વિકાસ ધીમો કરી શકે છે.

નવી દિલ્હી ઘોષણા પત્રમાં BRICS નેતાઓએ જણાવ્યું હતું કે, "અમે એકપક્ષીય ટેરિફ અને નોન-ટેરિફ પગલાંમાં વધારા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ જે વેપારને અસર કરે છે અને WTO નિયમો સાથે અસંગત છે. અમે વેપારમા આવતા અવરોધો અને ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થતંત્રોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ પ્રત્યે WTO ના પ્રતિભાવને સુધારવા માટે સાથે મળીને કામ કરીશું. અમે બાકી મુદ્દાઓ પર ચર્ચાઓ પણ આગળ વધારીશું અને સંતુલિત, સમાવિષ્ટ અને નક્કર પરિણામને સમર્થન આપીશું જે બહુપક્ષીય વેપાર પ્રણાલીને મજબૂત બનાવે છે અને બદલાતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તેને વધુ સારી રીતે સક્ષમ બનાવે છે."

નેતાઓએ એ પણ કહ્યું કે વૈશ્વિક વેપાર વ્યવસ્થા "એક ચોક પર" છે. તેઓએ ડબલ્યુટીઓ દ્વારા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરી.

ટ્રમ્પે ડોલરને લઇ BRICSને ચેતવણી આપી હતી

BRICSનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમૂહને અગાઉ આપેલી ચેતવણી બાદ આવ્યું છે. ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો બ્રિક્સ દેશો નવી બ્રિક્સ મુદ્રા બનાવવાની અથવા અમેરિકી ડોલરની જગ્યાએ અન્ય મુદ્રાને પ્રોત્સાહન આપવાની યોજના બનાવશે તો તેમને 100 ટકા ટેરિફનો સામનો કરવો પડી શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વિશ્વ / અમેરિકાની ચૂંટણીમાં ખોટી માહિતી આપવી અમદાવાદના મુકેશ ચૌધરીને ભારે પડ્યું, જાણો વિગત

ટ્રમ્પની ચેતવણી એવા સમયે આવી જ્યારે BRICSના સભ્ય દેશો પરસ્પર વેપારમાં તેમના રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી રહ્યા હતા. બ્રિક્સ એક સામાન્ય ચલણ તરફ આગળ વધ્યું નહીં. તેના બદલે સમૂહએ વેપાર અને વૈકલ્પિક ચુકવણી પ્રણાલીઓ માટે રાષ્ટ્રીય મુદ્રાઓના ઉપયોગની ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Delhi BRICS BRICS 2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ