ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અમીષા પટેલની માતાના ઘરે ચોરી: લાખો રૂપિયાના હીરા જડિત બંગડીઓ ચોરાઈ
Last Updated: 05:17 PM, 12 September 2026
ADVERTISEMENT
Amisha Patel: મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલના માતા-પિતાના ઘરે ચોરી થઈ છે, જેમાં આશરે ₹5 લાખ કિંમતના સોના અને હીરાના દાગીના ગાયબ થયા છે.
ADVERTISEMENT
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ અંગે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમીષા પટેલના મુંબઈ સ્થિત ઘરમાં ચોરી થઈ છે. તેની માતા આશા પટેલે આશરે ઘરમાંથી રૂપિયા 5 લાખના સોના અને હિરાના દાગીના ગાયબ થયાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસે આ કેસમાં એક ઘરના નોકરાણીની ધરપકડ કરી છે.
અમીષા પટેલના ઘરે ચોરી
ADVERTISEMENT
અહેવાલ મુજબ અમીષા પટેલના માતાપિતાના ચર્ચગેટ સ્થિત ઘરમાં ચોરી થઈ હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને ચોરીના આરોપમાં 40 વર્ષીય ઘરમા કામ કરતી સીમા ઘાટેની ધરપકડ કરી. પોલીસે મુંબઈના વિરાર વિસ્તારમાંથી પકડી લીધી છે. આશા પટેલને જાન્યુઆરીમાં તેના દાગીનામાંથી સોનાના બંગડીઓની એક જોડી ગુમ થઈ હોવાની જાણ થઇ હતી. આ બંગડીઓ હીરાથી જડેલી હતી અને તેની કિંમત આશરે ₹5 લાખ હોવાનો અંદાજ છે. આશા પટેલે વારંવાર ઘરકામ કરતી નોકરાણીને બંગડીઓ પરત કરવા કહ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ PHOTOS / 'દ્રશ્યમ 3' એક્ટ્રેસ શ્રિયા સરને બતાવ્યો ગ્લેમરસ અવતાર, વ્હાઇટ ડ્રેસમાં શેર કરી તસ્વીર
ત્યારબાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને તપાસ દરમિયાન ઘરકામ કરતી નોકરાણીની ધરપકડ કરવામાં આવી. પોલીસ હવે ચોરાયેલા દાગીનાની રિકવરી અને આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણીની તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલ ઘરકામ કરતી નોકરાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. પૂછપરછ દ્વારા, પોલીસ ચોરીની સમગ્ર કડી અને ગુમ થયેલા દાગીના વિશે માહિતી એકત્રિત કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ