ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની મુશ્કેલી વધશે? કોન્ટ્રાક્ટ માટે હવે માત્ર પ્રદર્શન નહીં, ફિટનેસ પણ ચકાસાશે

સ્પોર્ટ્સ / ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની મુશ્કેલી વધશે? કોન્ટ્રાક્ટ માટે હવે માત્ર પ્રદર્શન નહીં, ફિટનેસ પણ ચકાસાશે

Published By: Pravin Joshi

Last Updated: 07:56 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI ખેલાડીઓના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવાના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા પ્રસ્તાવ મુજબ હવે માત્ર પ્રદર્શન નહીં પરંતુ સમગ્ર સીઝનમાં મેચ રમાવા માટેની ફિટનેસ અને હાજરીના આધારે જ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે પોતાના ખેલાડીઓની મેદાન પર હાજરી અને ફિટનેસને લઈને વધુ સખત વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યું છે. બોર્ડ પોતાના વાર્ષિક 'સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ' (Central Contract) ની નીતિમાં મોટો ફેરફાર કરવાની ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે, જેની સીધી અસર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ પર પડી શકે છે.

શું છે નવો પ્રસ્તાવિત નિયમ?

અત્યાર સુધી ખેલાડીઓને તેમની ક્રિકેટિંગ ક્ષમતા, ભૂતકાળના પ્રદર્શન અને અનુભવના આધારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો. પરંતુ હવે નવા પ્રસ્તાવ મુજબ 'મેચ માટે ઉપલબ્ધતા' ને મુખ્ય શરત બનાવવામાં આવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખેલાડીએ આખી સીઝન દરમિયાન ફિટ રહીને કેટલી મેચો રમવા માટે ઉપલબ્ધ હતો તે ધ્યાને લેવામાં આવશે.

કેમ લેવાઈ રહ્યો છે આ સખત નિર્ણય?

છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના ઘણા મુખ્ય ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત થવાને કારણે મહત્વની શ્રેણીઓ અને મેચો રમી શક્યા નથી. આ બાબતને ગંભીરતાથી લેતા બોર્ડ એક એવો ફોર્મ્યુલા તૈયાર કરી રહ્યું છે જેમાં ખેલાડીઓની સમગ્ર સીઝનની ફિટનેસ અને હાજરી પર નજર રખાશે. કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખેલાડીએ ઓછામાં ઓછી કેટલીક નિશ્ચિત મેચો માટે ફિટ રહેવું ફરજિયાત બનશે.

આ પણ વાંચોઃ રમત / હાર્દિક પંડ્યાની એન્ટ્રી, BCCIએ આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને લેવાયા?

હાલ નિર્ણય વિચારાધીન

બોર્ડના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને તેની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. પરંતુ જો આ પ્રસ્તાવ પાસ થશે, તો ભારતીય ક્રિકેટરો માટે માત્ર સારું પ્રદર્શન જ નહીં પણ સતત ફિટ રહેવું પણ કરોડપતિ કોન્ટ્રાક્ટ મેળવવા માટે અનિવાર્ય બની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia CentralContract BCCI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ