ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકાની ચૂંટણીમાં ખોટી માહિતી આપવી અમદાવાદના મુકેશ ચૌધરીને ભારે પડ્યું, જાણો વિગત

વિશ્વ / અમેરિકાની ચૂંટણીમાં ખોટી માહિતી આપવી અમદાવાદના મુકેશ ચૌધરીને ભારે પડ્યું, જાણો વિગત

Published By: Nidhi Panchal

Last Updated: 03:23 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં મત આપવા માટે પોતાને અમેરિકન નાગરિક દર્શાવ્યાના આરોપમાં ભારતીય મૂળના અમદાવાદી મૂકેશ ચૌધરી કાયદાના સકંજામાં આવ્યા છે. મિનેસોટાની ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ તેમની સામે ખોટી માહિતી આપવા અને મત આપવા માટે પોતાને અમેરિકન નાગરિક તરીકે રજૂ કરવાના બે આરોપ ઘડ્યા છે.

ADVERTISEMENT

અમેરિકામાં મતદાન કરવા માટે કથિત રીતે પોતાને અમેરિકન નાગરિક દર્શાવનારો એક અમદાવાદી હવે કાયદાના સકંજામાં આવ્યો છે. ૨૦૨૪ની અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં મત આપવા માટે અમેરિકન નાગરિકત્વની ખોટી માહિતી આપવાનો તેના પર આરોપ છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બન્યા હતા.

america-2

મિનેસોટામાં ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ ભારતીય મૂળના મૂકેશ ચૌધરી સામે બે આરોપ ઘડ્યા છે. એક આરોપ મતદાન તંત્રને ખોટી માહિતી આપવાનો છે, જ્યારે બીજો આરોપ માત્ર મત આપવા માટે પોતાને અમેરિકન નાગરિક તરીકે રજૂ કરવાનો છે. બંને આરોપ સાબિત થાય તો દરેક માટે મહત્તમ પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.

દરેક વ્યક્તિએ પોતાની પાસે અમેરિકન પાસપોર્ટ હોવાનું જાહેર કરવું

મિનેસોટાના કાયદા મુજબ મતદાર નોંધણી કરાવતી વખતે દરેક વ્યક્તિએ પોતાની પાસે અમેરિકન પાસપોર્ટ હોવાનું જાહેર કરવું પડે છે. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, ચૌધરીએ ૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદારપાત્રતા પ્રમાણપત્ર પર ખોટી રીતે સહી કરી હતી અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા પોતે ખરેખર અમેરિકન નાગરિક હોવાનું જાહેર કર્યું હતું.

આ મામલે સાવચેતીપૂર્વક માહિતી આપી

જોકે, અમેરિકાના ન્યાય વિભાગના અધિકારીઓ આ મામલે સાવચેતીપૂર્વક માહિતી આપી રહ્યા છે અને ચૌધરીએ ખરેખર મતદાન કર્યું હતું કે નહીં તે અંગે પુષ્ટિ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. ફેડરલ તપાસકર્તાઓ કાર્યવાહી કરે તે પહેલાં ચૌધરી કાયદેસર કાયમી રહેવાસી હતા કે અમેરિકામાં ગેરકાયદે સ્થિતિમાં રહેતા હતા તે અંગે પણ અધિકારીઓ મૌન છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ અને સ્થાનિક શેરિફ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ચૌધરીએ આ કથિત કૃત્ય કેવી રીતે પાર પાડ્યું હતું.

આ પણ વાંચો : શી જીનપિંગ સહિત આજે કયા નેતાઓને મળશે PM મોદી? જાણો BRICSમાં આજે શું?

આ કેસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટ્રમ્પ પ્રશાસને સરહદ અને મતદાનની સુરક્ષાના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રશાસને ચૂંટણીની અખંડિતતા અને બિનનાગરિકો દ્વારા મતદાનની શક્યતા અંગે તપાસ વધુ સઘન બનાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Voting Fraud US Election Mukesh Chaudhary

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ