ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર, પંચમહાલથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ, ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન

Gujarat / વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર, પંચમહાલથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદી માહોલ, ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન

Published By: Nidhi Panchal

Last Updated: 08:41 PM, 12 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી મહેર કરી છે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પંચમહાલ, દાહોદ, અરવલ્લી, અમરેલી, નર્મદા, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદથી સૂકાઈ રહેલા પાકને મોટી રાહત મળી છે.

ADVERTISEMENT

રાજ્યમાં વરસાદે લાંબા વિરામ બાદ ફરી એન્ટ્રી કરી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલો વરસાદ રાહત લઈને આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે. વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા જાગી છે. ખાસ કરીને સૂકાઈ રહેલા પાકને વરસાદ મળતાં ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે.

gujarat rain vtv

પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોરવા હડફના મોરા પંથકમાં વરસાદ પડ્યો છે, જ્યારે ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઘોઘંબા વિસ્તારમાં કાળાડિબાંગ વાદળો છવાઈ જતા ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને પાકને નવજીવન મળે તેવી આશા જાગી છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતો માટે આ વરસાદ મોટી રાહત સમાન બન્યો છે.

દાહોદ જિલ્લામાં પણ લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. ઝાલોદ, સંજેલી, ફતેપુરા અને લીમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ટાંડી, વરોડ, મીરાખેડી અને કારઠમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. બીજી તરફ દેવગઢબારીયા પંથકમાં ભારે વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોના સૂકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે.

અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. મેઘરજ અને માલપુરમાં વરસાદ પડતાં મગફળી, સોયાબીન અને મકાઈના પાકને જીવનદાન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે. વરસાદ પડતાં ખેતરોમાં ભેજ વધવાની સાથે પાકને પણ ફાયદો થવાની આશા છે.

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છેલણા અને હેમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને પાકને ફાયદો થવાની આશા છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર થઈ હતી. વઘઈ, સાપુતારા, આહવા અને સુબીર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ખેતીના પાકને મોટી રાહત મળી છે. ડાંગમાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોને મોટી રાહત મળી છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેતીના પાકને પાણી મળતાં ખેડૂતોમાં આશાનું વાતાવરણ જોવા મળ્યું છે.

વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ વરસ્યો

વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વાપી, પારડી, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના હાલર રોડ, આઝાદ ચોક અને ભાગડાવાડા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તિથલ રોડ અને કોસંબા ગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને જિલ્લામાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટી કાર્યવાહી, SP નીતિશ પાંડેએ 7 PIની બદલી કરી, પોલીસ વિભાગમાં ફેરફાર

આમ, રાજ્યમાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. એક તરફ વરસાદથી ખેડૂતોના પાકને રાહત મળી છે, તો બીજી તરફ લોકો પણ ગરમી અને ઉકળાટમાંથી રાહત અનુભવી રહ્યા છે. હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજા વધુ મહેર કરે તેવી શક્યતા છે. હવે ખેડૂતોની નજર આગામી દિવસોમાં થનારા વરસાદ પર છે, જેથી ખેતીના પાકને વધુ ફાયદો મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Heavy Rain Farmers Relief

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ