ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ગણેશ ચતુર્થીની ઉજવણી કરીને સુવા ગયા, મધરાતે એક જ પરિવારના 4 લોકોના મોત, સામે આવ્યું કારણ
Last Updated: 05:12 PM, 15 September 2026
ADVERTISEMENT
કર્ણાટકના બેલગાવીમાં શહેરમાં ફ્રિજમાં બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા જ્યારે 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ કરુણ દુર્ઘટના સોમવારે મોડી રાત્રે ચાવટ ગલ્લીમાં બની હતી.
ADVERTISEMENT
સૂતેલા સભ્યો અંદર ફસાઈ ગયા
ફ્રિજ બ્લાસ્ટમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. ઘરમાં રાખેલા ફ્રિજમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગની જ્વાળાઓ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ઘરમાં સૂતેલા સભ્યો બહાર નીકળી શક્યા નહોતા અને અંદર જ ફસાઈ ગયા હતા. ધમોને પરિવાર ગણેશ ચતુર્થીની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો અને તેમણે ઘરમાં સ્થાપના માટે ગણેશજીની મૂર્તિ પણ લાવી રાખી હતી. મધરાતે 2:15 વાગ્યે જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. પાડોશીઓ જ્યારે મદદ માટે દોડી આવ્યા ત્યારે ઘરમાં ભીષણ આગ લાગેલી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો- ગુજરાતમાં ધંધો કરવો બનશે વધુ સરળ, વિધાનસભામાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026’ પાસ
શોર્ટ સર્કિટની શંકા
ADVERTISEMENT
ધડાકો એટલો તીવ્ર હતો કે ઘરનું પતરું તૂટી ગયું હતું અને મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.ગણેશજીની મૂર્તિની આસપાસ લાઈટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું હોવાથી શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હોવાની શંકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.