ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોંઘા MD ડ્રગ્સ-ગાંજાની જરૂર નહીં, માત્ર રૂ.25ની ‘લાલ પરી’ બની નશાખોરોનો નવો વિકલ્પ

ગુજરાત / મોંઘા MD ડ્રગ્સ-ગાંજાની જરૂર નહીં, માત્ર રૂ.25ની ‘લાલ પરી’ બની નશાખોરોનો નવો વિકલ્પ

Published By: Nidhi Panchal

Last Updated: 01:42 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નશો કરવા માટે હવે મોંઘા MD ડ્રગ્સ, ગાંજો કે ચરસ જ જરૂરી નથી રહ્યા. માત્ર રૂ.25ની આસપાસ મળતી લોરાઝેપામ દવા પણ નશાના નવા વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાની ચર્ચાએ ચિંતા વધારી છે. ‘લાલ પરી’ તરીકે ઓળખાતી આ દવા ડોક્ટરની સલાહથી સારવાર માટે વપરાય છે, પરંતુ પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર પરથી તે કેવી રીતે મળી રહી છે તે સૌથી મોટો સવાલ છે.

ADVERTISEMENT

નશો કરવા માટે હવે મોંઘા એમડી ડ્રગ્સ, ગાંજો કે ચરસની જ જરૂર નથી રહી. માત્ર રપ રૂપિયાની આસપાસ મળતી એક દવા પણ નશાના નવા વિકલ્પ તરીકે ચર્ચામાં છે. લાલ પરી તરીકે ઓળખાતી લોરાઝેપામ દવાનાે નશા માટે ઉપયોગ થતો હોવાની ચિંતા સામે આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ દવાનો ઉપયોગ વધી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે સૌથી ગંભીર સવાલ એ છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ દવા મેડિકલ સ્ટોર પરથી કેવી રીતે મળી રહી છે? જે દવા બીમારીની સારવાર માટે બનાવવામાં આવી છે, તે જ દવા યુવાનો માટે નશાનું સાધન બની રહી હોય તો તેની અસર માત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય સુધી સીમિત રહેતી નથી. દવાનો બિનજરૂરી ઉપયોગ, તેની ઉપલબ્ધતા અને નશા માટે તેનો ઉપયોગ કરનારાઓ સુધી પહોંચતી સપ્લાય ચેઇન પોલીસ તથા આરોગ્ય વિભાગ માટે તપાસનો વિષય છે.

deva

સારવારની દવા મગજ પર કેવી અસર કરે છે?

લોરાઝેપામ (Lorazepam) બેન્ઝોડાયઝેપિન વર્ગની દવા છે. તેનો ઉપયોગ ડોક્ટરની સલાહથી ચિંતા, ગંભીર બેચેની અને કેટલીક અન્ય તબીબી સ્થિતિમાં થાય છે. આ દવા મગજમાં જીએબીએ નામના રસાયણની અસર વધારે છે. જીએબીએ મગજની પ્રવૃત્તિ ધીમી કરવામાં મદદ કરે છે, પરિણામે વ્યક્તિને શાંતિ, સુસ્તી અને ઊંઘનો અનુભવ થઈ શકે છે. નશા માટે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે, જોકે દરેક વ્યક્તિને એકસરખી અસર થાય એવું નથી. કોઈને વધુ ઊંઘ આવે, કોઈને ચક્કર કે મૂંઝવણ થાય તો કોઈની યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડી શકે છે. દવા લીધા પછી વ્યક્તિનું શરીર અને મગજ સામાન્ય રીતે કામ ન કરે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

એનર્જી ડ્રિન્ક્સ સાથે દવા લેવાની ચર્ચા

નશાખોરોમાં એનર્જી ડ્રિન્ક સાથે દવા લેવાની ચર્ચા છે. એનર્જી ડ્રિન્કમાં રહેલું કેફીન ઊંઘ ઓછી આવતી હોવાનો અનુભવ કરાવી શકે છે, પરંતુ તે લોરાઝેપામની અસરને દૂર કરતું નથી. દવા અને એનર્જી ડ્રિન્કનું મિશ્રણ નશો વધુ કરાવે છે લોરાઝેપામનું દારૂ, ઊંઘની અન્ય દવાઓ કે શામક પદાર્થો સાથે સેવન થાય તો વધુ પડતી ઊંઘ, બેભાન થવું અને શ્વાસ ધીમો પડવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી આ દવાનો નશા માટે ઉપયોગ કરવો જીવલેણ પણ બની શકે છે. ઝોન-૬ના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું છે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચનાર મે‌િડકલ સ્ટોર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને સંબં‌િધત તંત્રને જાણ પણ કરવામાં આવશે.

લાલ પરીના નશામાં શું થાય છે?

  • મગજની પ્રવૃત્તિ ધીમી પડવાથી સુસ્તી અને ઊંઘ આવે છે
  • ચક્કર, મૂંઝવણ અને શરીરનું સંતુલન બગડી શકે છે
  • યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર થઈ શકે છે
  • વધુ પડતી અસરથી વ્યક્તિ બેભાન થઈ શકે છે
  • અન્ય શામક પદાર્થો સાથે શ્વાસ ધીમો પડવાનું જોખમ રહે છે
  • વારંવાર ઉપયોગથી દવા પર નિર્ભરતા ઊભી થઈ શકે છે

પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ થાય છે?

લોરાઝેપામ જેવી દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને તબીબી દેખરેખ હેઠળ જ લેવાની હોય છે. તેમ છતાં પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર પરથી દવા મળી જતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જો આ રીતે વેચાણ થતું હોય તો તે ગંભીર બાબત છે. આરોગ્ય વિભાગે મેડિકલ સ્ટોર પર તપાસ કરી દવાના વેચાણના રેકોર્ડ, પ્રિસ્ક્રિપ્શન અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી છે.

પોલીસ માટે સપ્લાય ચેઈન શોધવાનો પડકાર

  • શહેરના અલગ અલગ વિસ્તારોમાં દવાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા
  • નશા માટે દવા ખરીદનારાઓ સુધી તે કેવી રીતે પહોંચે છે તેની તપાસ જરૂરી
  • પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ થતું હોય તો જવાબદારો સામે કાર્યવાહી જરૂરી
  • મેડિકલ સ્ટોર સંચાલકો અને આરોગ્ય વિભાગ વચ્ચે સંકલન જરૂરી
  • નશાના બંધાણીઓને માત્ર દંડ નહીં, પરંતુ સારવાર અને કાઉન્સેલિંગ પણ જરૂરી

આ પણ વાંચો : શિલજ અકસ્માતમાં પત્ની ગુમાવનાર પતિની આજીજી, ‘આરોપીને પકડી કડક કાર્યવાહી કરો’

વારંવાર ઉપયોગથી લતનું જોખમ

લોરાઝેપામનો વારંવાર બિનજરૂરી ઉપયોગ કરવાથી શરીરને દવાની આદત પડી શકે છે. સમય જતાં દવા વગર રહેવું મુશ્કેલ લાગવું, બેચેની થવી અને ઊંઘમાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દવા અચાનક બંધ કરવાથી પણ ગંભીર તકલીફો થઈ શકે છે. તેથી લાંબા સમયથી દવા લેતા લોકો ડોક્ટરની સલાહ વિના તેને બંધ ન કરે. દવા લીધા પછી વ્યક્તિને જગાડવામાં મુશ્કેલી પડે, શ્વાસ ધીમો થઈ જાય અથવા બેભાન થઈ જાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prescription Drug Abuse Red Fairy Drug Lorazepam

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ