ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / 3 નહીં હવે 5 લોકોના હિસાબે નક્કી થશે પગાર? 8મા પગાર પંચમાં કર્મચારીઓએ મૂક્યો નવો ફોર્મ્યુલા
7 ફોટો ગેલેરી
Last Updated: 02:34 PM, 15 September 2026
1/7
2/7
હાલની ગણતરીમાં પરિવારના ત્રણ એકમને આધાર માનવામાં આવે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં કર્મચારી પોતાના જીવનસાથી અને બાળકો ઉપરાંત આશ્રિત માતા-પિતાની જવાબદારી પણ નિભાવે છે. તેથી 8મા પગાર પંચમાં પરિવારની ગણતરી 5 એકમના આધારે કરવાની માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
3/7
NC-JCM અને ભારત પેન્શનર્સ સમાજ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કર્મચારીને 1.0 એકમ અને જીવનસાથીને 1.0 એકમ ગણવાની વાત છે. બે બાળકોને 0.8-0.8 એકમ અને બે આશ્રિત માતા-પિતાને પણ કુલ 0.8 એકમ આપવાની ભલામણ છે. આ રીતે કુલ 5.2 એકમ થાય છે, જેને રાઉન્ડ કરીને 5 એકમ માનવાની માંગ છે.
4/7
આ નવા ફોર્મ્યુલાના આધારે કર્મચારી સંગઠનોએ લઘુત્તમ બેઝિક પગાર ₹69,000 કરવાની માંગ કરી છે. NC-JCMના ગણતરી મુજબ 5 એકમના પરિવાર માટે ખોરાક, રહેઠાણ, વીજળી, કૌશલ્ય વિકાસ અને અન્ય જરૂરી ખર્ચને ધ્યાનમાં લીધા બાદ ₹68,947નો આંકડો આવે છે, જેને રાઉન્ડ કરીને ₹69,000 ગણવામાં આવ્યો છે.
ADVERTISEMENT
5/7
₹69,000ના લઘુત્તમ પગારના આધારે કર્મચારી સંગઠનોએ 3.833નો ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યો છે. તેમનો દાવો છે કે આ ફોર્મ્યુલા લાગુ થાય તો હાલના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર-પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જોકે આ માત્ર સંગઠનોની માંગ છે અને 8મા પગાર પંચે હજુ તેને મંજૂરી આપી નથી.
6/7
આ માંગનો લાભ માત્ર હાલ નોકરી કરતા કર્મચારીઓ સુધી મર્યાદિત રહે તે જરૂરી નથી. કર્મચારી અને પેન્શનર સંગઠનોએ પેન્શનની ગણતરીમાં પણ સુધારાની માંગ કરી છે. ભારત પેન્શનર્સ સમાજે લઘુત્તમ પેન્શન ₹45,000 અને છેલ્લે મળેલા પગારના 67% સુધી પેન્શન કરવાની ભલામણ પણ કરી છે.
ADVERTISEMENT
7/7
8મું કેન્દ્રીય પગાર પંચ હાલમાં કર્મચારીઓ અને પેન્શનર સંગઠનો પાસેથી સૂચનો લઈ રહ્યું છે. સત્તાવાર વેબસાઇટ મુજબ પંચની રચના થઈ ચૂકી છે અને વિવિધ સંગઠનો સાથે બેઠકો તથા રાજ્યવાર મુલાકાતો ચાલી રહી છે. તેથી ₹69,000 બેઝિક પગાર અથવા 5 પરિવાર એકમનો ફોર્મ્યુલા હાલમાં માંગ અને પ્રસ્તાવ છે, અંતિમ નિર્ણય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ