ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'પ્રેમ કરતી હોય તો લટકી જા', સરખેજમાં સગીરાના આપઘાત કેસમાં નોધાઈ ફરિયાદ

અમદાવાદ / 'પ્રેમ કરતી હોય તો લટકી જા', સરખેજમાં સગીરાના આપઘાત કેસમાં નોધાઈ ફરિયાદ

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 03:04 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરખેજમાં 17 વર્ષીય સગીરાના આપઘાત કેસમાં આખરે ફરિયાદ નોંધાઈ છે.

ADVERTISEMENT

અમદાવાદના સરખેજમાં 17 વર્ષીય સગીરાના આપઘાત કેસમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરા 31 ઓગસ્ટે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં સગીરા સાથે સગીર યુવકની મિત્રતાને લઈને બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ છે. સગીરની માતા નેહાબેન ગોહિલે સગીરાના ઘરે આવીને ગુસ્સો કર્યો હતો. નેહાબેન ગોહિલે 30 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી કરી માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. માતાએ એવું પણે કહ્યું હતું કે પ્રેમ કરતી હોય તો લટકી જા તેવું કહીને આપઘાત માટે ઉશ્કેરી હતી. માનસિક ત્રાસથી દુષ્પ્રેરાઈ સગીરાએ આપઘાત કર્યો હોવાનો પિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

વધુ વાંચો : VIDEO : કાર સવારે પીછો કરીને લેડી બાઈકરને મારી ટક્કર, રોડ પર ફરી ગઈ ફેરફૂદડી, જુઓ ખૌફનાક વીડિયો

ઘટના સમયે માતાપિતા નોકરી પર

ઘટનાના સમયે સગીરાના માતા-પિતા બંને નોકરી પર ગયા હતા, જ્યારે દાદા અને સગીરા ઘરે હાજર હતા.સગીરાના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં નેહાબેન ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

11 જુને પણ આવો જ બનાવ

ઉલ્લેખનીય છે કે 11 જુન 2026ના રોજ આવો જ એક બનાવ બન્યો હતો જેમાં 22 વર્ષના પારસ ગુપ્તા ઉર્ફે માતા પ્રસાદે રવિવારે સાંજે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. લાંબા સમય સુધી તે રૂમમાંથી બહાર ન આવતા તેનો પુત્ર જીગરને બોલાવવા ગયો હતો. અનેકવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબ ન મળતાં તેણે બારીમાંથી ડોકિયું કર્યું. પિતાને અંદર ફાંસીથી લટકતા જોઈને તેણે ચીસો પાડી. માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરવાજો તોડી લાશ બહાર કાઢી. તલાશી દરમિયાન તેની પાસેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ