ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:56 AM, 15 September 2026
1/5
આજના ઝડપી અને ભાગદોડભર્યા જીવનમાં જ્યાં લોકો તણાવ, અવિશ્વાસ અને એકલતાનો સામનો કરી રહ્યા છે, ત્યાં માનસિક શાંતિ અને સાચો માર્ગ શોધવો એ એક મોટો પડકાર બની ગયો છે. સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવી વૈશ્વિક હસ્તીઓને માર્ગદર્શન આપનાર નીમ કરોલી બાબાએ જીવન જીવવા માટે કોઈ જટિલ દર્શન નથી આપ્યા. તેના બદલે, તેમણે અત્યંત સરળ એવા ચાર સિદ્ધાંતો આપ્યા હતા. જો આ ચાર સિદ્ધાંતોને જીવનમાં અપનાવવામાં આવે, તો તે વ્યક્તિનું જીવન બદલી શકે છે.
2/5
"हर इंसान से प्रेम करो, नफरत का बोझ मत उठाओ." બાબા નીમ કરોલીના અનુસાર, સાચો પ્રેમ માત્ર પોતાના પ્રિયજનો પૂરતો જ સીમિત ન હોવો જોઈએ. તેનો અર્થ છે દરેક મનુષ્ય માટે હૃદયમાં કરુણા અને માનવતાની ભાવના રાખવી. ભલે તમારા વિચારો અલગ હોય અથવા તમે કોઈ વ્યક્તિથી અંતર રાખવાનું પસંદ કરો, પરંતુ મનમાં દુશ્મનાવટ અને કડવાશ રાખવાથી માત્ર તમને જ નુકસાન થાય છે. નફરતનો ત્યાગ કરવો એ અન્ય લોકો માટે નહીં, પરંતુ તમારી પોતાની માનસિક શાંતિ માટે અત્યંત આવશ્યક છે.
ADVERTISEMENT
3/5
"सेवा के बिना प्रेम अधूरा है." વિચારવું સરળ છે, પરંતુ વિચારને કાર્યમાં પરિણત કરવો એ જ સાચી કસોટી છે. બાબા માનતા હતા કે સેવા માટે પુષ્કળ ધન કે વિશાળ સંસાધનોની જરૂર હોતી નથી. ભૂખ્યાને ભોજન કરાવવું, દુઃખી વ્યક્તિની વાત સાંભળવી,અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિનો હાથ પકડવો- મદદનાં આ નાના કાર્યો જ ઈશ્વરની સાચી ઉપાસના છે. અન્યનું જીવન સરળ બનાવવું એ જ આધ્યાત્મિક પ્રગતિનો સાર છે.
4/5
"चाहे सुख हो या दुख, उस परमात्मा का ध्यान न छूटे." જ્યારે જીવનમાં બધું સારું ચાલતું હોય છે ત્યારે આપણે અહંકારી બની જઈએ છીએ, અને જ્યારે મુશ્કેલ સમય આવે છે ત્યારે આપણે હતાશામાં ડૂબી જઈએ છીએ. બાબાની શીખ આપણને યાદ અપાવે છે કે પરિસ્થિતિઓ તો બદલાતી રહે છે, પરંતુ ઈશ્વરનું ચિંતન મનને દરેક સમયે સ્થિર અને શાંત રાખે છે. તે આપણને દરેક પરિસ્થિતિમાં નમ્ર રહેવાનું શીખવે છે.
ADVERTISEMENT
5/5
सच बोलना केवल नैतिकता नहीं, मन की शांति की चाबी है." ખોટું બોલવાથી સત્ય પકડાઈ જવાનો સતત ભય રહે છે, જે વ્યક્તિની માનસિક શાંતિ છીનવી લે છે. સત્ય બોલવાથી મન હળવું, નિર્મળ અને નિર્ભય રહે છે. નીમ કરોલી બાબા કહે છે કે, સત્યવાદી વ્યક્તિનું આચરણ જ તેમની સૌથી મોટી શક્તિ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
9 ફોટોઝ
Grah Gochar 2026 / દિવાળી પહેલા બનશે દુર્લભ ત્રિગ્રહી યોગ, 6 રાશિનું ભાગ્ય ચમકશે!
ટોપ સ્ટોરીઝ