ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેદારનાથથી પરત ફરતી વખતે ભૂસ્ખલન, અમદાવાદના હરેશ લીંબાડ 24 કલાકથી લાપતા
Last Updated: 10:13 AM, 15 September 2026
ADVERTISEMENT
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સોનપ્રયાગ ખાતે તાજેતરમાં બનેલી લેન્ડસ્લાઇડની ઘટનાને પગલે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ ગુમ થયા હોવાની ચિંતાજનક માહિતી સામે આવી છે. નરોડાના રહેવાસી હરેશભાઈ મગનભાઈ લીંબાડ લેન્ડસ્લાઇડની ઘટના બાદથી ગુમ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગના સ્થાનિક તંત્ર, પોલીસ અને સર્ચ ટીમ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ પણ તાત્કાલિક મદદ માટે સંબંધિત તંત્રનો સંપર્ક કર્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, હરેશભાઈ મગનભાઈ લીંબાડની ઉંમર 14-03-1972 તરીકે નોંધવામાં આવી છે. તેમનું કાયમી સરનામું 40/1 મોહનનગર સોસાયટી, શ્રી પ્રકાશ સોસાયટી સામે, નરોડા, અમદાવાદ છે. ઉત્તરાખંડના સોનપ્રયાગ ખાતે બનેલી લેન્ડસ્લાઇડની ઘટનામાં તેઓ ગુમ થયા બાદ રુદ્રપ્રયાગ પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરવામાં આવી છે અને ગુમ વ્યક્તિ અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે.
ADVERTISEMENT
આ અંગે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા રુદ્રપ્રયાગના DEOC સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. DEOC રુદ્રપ્રયાગ સાથે થયેલી વાતચીત મુજબ, અમદાવાદના હરેશભાઈ ઉત્તરાખંડના સોનપ્રયાગ ખાતે લેન્ડસ્લાઇડની ઘટનામાં ગુમ થયા હોવા અંગેની જાહેરાત તમામ લાગુ પડતા પોલીસ સ્ટેશનો તેમજ તમામ હોસ્પિટલોમાં કરવામાં આવી છે. ઉપરાંત, હરેશભાઈ અંગે કોઈપણ પ્રકારની માહિતી મળે તો તેની જાણ ગુજરાતના SEOC ખાતે કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT
હરેશભાઈના પરિવાર દ્વારા પણ તેમને શોધવા માટે તાત્કાલિક મદદની અપીલ કરવામાં આવી છે. પરિવાર તરફથી સંપર્ક વ્યક્તિ તરીકે તેમના પુત્ર આદિત્ય લીંબાડનો મોબાઇલ નંબર 97232 06979 આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રુદ્રપ્રયાગમાં સંપર્ક માટે તેમના પત્ની ખ્યાતિ લીંબાડનો મોબાઇલ નંબર 9624786857 આપવામાં આવ્યો છે. પરિવાર હાલ હરેશભાઈ અંગે કોઈ સારા સમાચાર મળે તેની રાહ જોઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક નીહારિકા તોમરે જણાવ્યું છે કે ટીમ દ્વારા હરેશભાઈની શોધખોળ કરવામાં આવી રહી છે અને આ મામલે FIR પણ નોંધાઈ ગઈ છે. લેન્ડસ્લાઇડ બાદ ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે સ્થાનિક સ્તરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા પરિવારજનો દ્વારા સંબંધિત પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રને ઝડપી કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
ADVERTISEMENT
હાલમાં ગુજરાત તરફથી પણ સંબંધિત તંત્ર સાથે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે. રુદ્રપ્રયાગના DEOC દ્વારા તમામ સંબંધિત પોલીસ સ્ટેશન અને હોસ્પિટલને માહિતી આપવામાં આવી હોવાથી હરેશભાઈ અંગે કોઈ માહિતી મળે તેવી શક્યતા છે. પરિવારની અપીલ છે કે હરેશભાઈ વિશે કોઈપણ પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક પરિવાર અથવા સંબંધિત તંત્રને જાણ કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો