ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / RBIના ₹1 લાખ કરોડના નિર્ણયથી હોમ લોન અને FD પર શું અસર પડશે?

photo-story

7 ફોટો ગેલેરી

બિઝનેસ / RBIના ₹1 લાખ કરોડના નિર્ણયથી હોમ લોન અને FD પર શું અસર પડશે?

Last Updated: 02:57 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

RBI સપ્ટેમ્બરમાં સરકારી બોન્ડ્સ વેચીને બેન્કિંગ સિસ્ટમમાંથી ₹1 લાખ કરોડની વધારાની લિક્વિડિટી ખેંચશે.આ નિર્ણયની અસર હોમ લોનની EMI અને FDના વ્યાજદર પર પણ જોવા મળી શકે છે.

1/7

photoStories-logo

1. RBI ખેંચશે ₹1 લાખ કરોડ, તમારા લોન-સુધી શું અસર?

જો તમારી હોમ લોન ચાલી રહી છે અથવા બેન્કની FDમાં પૈસા જમા છે તો RBIના આ નિર્ણયની અસર સમજવી જરૂરી છે. RBI બેન્કિંગ સિસ્ટમમાં રહેલી વધારાની રોકડ ઘટાડવા માટે સરકારી બોન્ડ્સ વેચવાની તૈયારીમાં છે. આ બોન્ડ્સની કુલ કિંમત લગભગ ₹1 લાખ કરોડ છે અને તેની વેચાણ પ્રક્રિયા સપ્ટેમ્બરમાં ત્રણ તબક્કામાં થશે. હવે સવાલ એ છે કે RBIના આ પગલાથી હોમ લોનની EMI મોંઘી થશે કે FD પર વધુ વ્યાજ મળશે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. RBI ₹1 લાખ કરોડની લિક્વિડિટી કેમ ખેંચી રહ્યું છે?

હાલ બેન્કિંગ સિસ્ટમમાં જરૂરિયાત કરતાં વધારે રોકડ એટલે કે સરપ્લસ લિક્વિડિટી હોવાની સ્થિતિ છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી લગભગ ₹10.3 લાખ કરોડ સુધી પહોંચી હતી. આવી સ્થિતિમાં RBI વધારાની રોકડને સિસ્ટમમાંથી બહાર ખેંચીને નાણાંની ઉપલબ્ધતા સંતુલિત કરવા માંગે છે. આ માટે RBI બજારમાં સરકારી બોન્ડ્સ વેચશે અને તેના બદલામાં બેન્કો તથા અન્ય રોકાણકારો પાસેથી પૈસા લેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. RBI બજારમાંથી પૈસા કેવી રીતે ખેંચશે?

RBI જ્યારે સરકારી બોન્ડ્સ વેચે છે ત્યારે તેને ખરીદવા માટે બેન્કો અને અન્ય રોકાણકારો પૈસા ચૂકવે છે. આ પૈસા બજારમાં ફરતા રહેવાને બદલે RBI પાસે જાય છે અને તેના કારણે બેન્કિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ વધારાની રોકડ ઘટે છે. RBIએ ₹1 લાખ કરોડની બોન્ડ વેચાણ પ્રક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચી છે. 17 સપ્ટેમ્બરે ₹50,000 કરોડના બોન્ડ્સ વેચવામાં આવશે, જ્યારે 21 અને 28 સપ્ટેમ્બરે ₹25,000-₹25,000 કરોડના બોન્ડ્સ વેચાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. હોમ લોનની EMI પર શું અસર પડશે?

બેન્કિંગ સિસ્ટમમાં રોકડની ઉપલબ્ધતા ઘટે ત્યારે બેન્કોની ફંડની સ્થિતિ પર અસર થઈ શકે છે. જો બેન્કો માટે નાણાં મેળવવાની કિંમત વધે તો તેની અસર લોનના વ્યાજદર પર પડી શકે છે. આવી સ્થિતિમાં ફ્લોટિંગ રેટ પર ચાલતી હોમ લોનની EMI વધી શકે છે અથવા લોનની અવધિ લંબાઈ શકે છે. જોકે RBIના આ એક પગલાથી તરત જ તમામ બેન્કોની હોમ લોન મોંઘી થઈ જશે એવું જરૂરી નથી. વ્યાજદર પર અન્ય નાણાકીય સ્થિતિ અને બેન્કની પોતાની નીતિની પણ અસર રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. FD કરનારાઓને શું ફાયદો થઈ શકે?

FDમાં પૈસા જમા કરાવનારા લોકો માટે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ઘટવાની સ્થિતિ અલગ અસર કરી શકે છે. જો બેન્કોને લોન આપવા માટે વધુ ડિપોઝિટની જરૂર પડે તો તેઓ ગ્રાહકો પાસેથી વધુ પૈસા જમા કરાવવા માટે FD પર વ્યાજદર વધારવાનો નિર્ણય લઈ શકે છે. એટલે લાંબા ગાળે કેટલીક બેન્કોમાં FDના વ્યાજદર વધવાની શક્યતા બની શકે છે. જોકે તમામ બેન્કો એકસાથે કે તરત જ FDના રેટ વધારશે એવું માનવું યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સામાન્ય ગ્રાહકોએ શું સમજવું?

RBIનો ₹1 લાખ કરોડની લિક્વિડિટી ખેંચવાનો નિર્ણય સીધી રીતે દરેક ગ્રાહકની EMI કે FDના વ્યાજમાં ફેરફાર કરતો નથી. તેની અસર બેન્કોમાં પૈસાની ઉપલબ્ધતા, ફંડની કિંમત અને બેન્કોની વ્યાજદર નક્કી કરવાની નીતિ દ્વારા જોવા મળી શકે છે. હોમ લોન ધરાવતા ગ્રાહકોએ પોતાની લોન ફ્લોટિંગ છે કે ફિક્સ્ડ તે તપાસવું જોઈએ. બીજી તરફ FD કરાવનારા ગ્રાહકો માટે અલગ-અલગ બેન્કોના વ્યાજદરની સરખામણી કરીને યોગ્ય સમય અને અવધિ પસંદ કરવી ફાયદાકારક બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RBI Liquidity Home Loan EMI FD Interest Rate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ