ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બપોરે 1 વાગ્યા સુધી અહીં ભારે વરસાદની આગાહી, 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

photo-story

8 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / બપોરે 1 વાગ્યા સુધી અહીં ભારે વરસાદની આગાહી, 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Last Updated: 12:22 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતાં IMDએ 19 જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ, ગાજવીજ, વીજળી અને તેજ પવનની આગાહી.

1/8

photoStories-logo

1. ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 10 વાગ્યે જાહેર કરાયેલા નાઉકાસ્ટ બુલેટિન મુજબ બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 19 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે 17 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના 19 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે 17 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની સાથે 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 19 જિલ્લામાં રેડ એલર્ટ

રેડ એલર્ટ હેઠળ આવતા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ગાજવીજ અને તોફાની પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓ

સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, ભરૂચનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બીજી તરફ બનાસકાંઠા, પાટણ અને કચ્છ સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની સ્થિતિ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં

બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા

ભારે વરસાદને કારણે શહેરો અને ગામડાંના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર થવાની શક્યતા છે. સ્થાનિક તંત્રને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. આગામી થોડા કલાક ગુજરાત માટે મહત્વના

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર અને નાગરિકોએ હવામાન વિભાગની નવીનતમ સૂચનાઓ પર નજર રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Gujarat Alert Gujarat Weather Today Heavy Rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ