ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, દ્વારકા-પોરબંદર-જામનગરમાં અતિભારે વરસાદનું એલર્ટ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:55 AM, 14 September 2026
1/6
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હળવોથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ બે દિવસ રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. આજે 14 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
2/6
15 સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 16 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. 5 સપ્ટેમ્બરના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT
3/6
આગામી 20થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર આ સમયગાળામાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. એટલે કે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
4/6
ગુજરાતના દરિયાકાંઠા માટે પણ આગામી બે દિવસ મહત્વના છે. જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ અને મગદલ્લાના દરિયાકાંઠે બે દિવસ સુધી હવામાન અત્યંત તોફાની રહી શકે છે. અહીં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે પવનની મહત્તમ ગતિ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મહારાષ્ટ્રના ઉત્તર દરિયાકાંઠે પ્રથમ દિવસે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની મહત્તમ ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
5/6
વલસાડ, સુરત, પોરબંદર, નવસારી, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ભરૂચ અને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 સપ્ટેમ્બર સુધી ઊંચા મોજાં ઉછળવાની અને દરિયાઈ કરંટ વધવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આ સમયગાળા દરમિયાન વિવિધ દરિયાઈ વિસ્તારોમાં 1.0થી 2.8 મીટરની ઊંચાઈ ધરાવતા શક્તિશાળી મોજાં કિનારા પર આવી શકે છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા જણાવાયું છે. માછીમારો અને દરિયા સાથે જોડાયેલા લોકોને પણ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની જરૂર છે.
6/6
દરમિયાન દક્ષિણ કોંકણ અને તેને અડીને આવેલા પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરથી 7.6 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આજે 14 સપ્ટેમ્બરના રોજ પણ તે જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. આ સિસ્ટમના કારણે ગુજરાતથી ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ખંભાતનો અખાત, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં વરસાદી સક્રિયતા વધી છે અને આ વિસ્તારોમાં તીવ્રથી અતિ તીવ્ર વરસાદી વાદળો છવાયેલા છે. બીજી તરફ કચ્છના અખાત અને લક્ષદ્વીપ ટાપુઓ સહિત અરબી સમુદ્રના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા નબળાથી મધ્યમ વાદળો જોવા મળ્યા છે. આ સ્થિતિને જોતા ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદનું જોર યથાવત્ રહી શકે છે, જ્યારે 16 સપ્ટેમ્બર બાદ વરસાદમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ