ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગણેશ ચતુર્થી 2026: આજે બાપ્પાની સ્થાપના, જાણો શુભ મુહૂર્તથી પૂજા વિધિ સુધીની સંપૂર્ણ માહિતી
7 ફોટો ગેલેરી
Last Updated: 07:41 AM, 14 September 2026
1/7
ગણેશ ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત પવિત્ર તહેવાર છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસોમાં બાપ્પાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને જીવનના વિઘ્નો દૂર થાય છે. 10 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં ગણેશજીની નિયમિત પૂજા કરવામાં આવે છે અને 25 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. જો તમે પણ ઘરે ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો શુભ મુહૂર્તથી લઈને પૂજા સામગ્રી અને વિધિ વિશે જાણવું જરૂરી છે.
2/7
ગણેશ ચતુર્થીની તિથિ 14 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 7:06 વાગ્યે શરૂ થઈ છે અને 15 સપ્ટેમ્બરે સવારે 7:44 વાગ્યે પૂર્ણ થશે. ગણપતિ સ્થાપના અને પૂજા માટે શુભ સમય સવારે 11:02 વાગ્યાથી બપોરે 1:31 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળો 2 કલાક 29 મિનિટનો છે. ગણેશ વિસર્જન 25 સપ્ટેમ્બર, શુક્રવારે અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરે સવારે 9:06 વાગ્યાથી રાત્રે 8:04 વાગ્યા સુધી ચંદ્રદર્શન ન કરવાની પરંપરા છે.
ADVERTISEMENT
3/7
ગણેશજીની પૂજા માટે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. પૂજા માટે લાકડાની ચોકી, લાલ અથવા પીળું કપડું, કલશ, આંબાના પાન અને નાળિયેર રાખો. આ ઉપરાંત 21 દુર્વાની ગાંઠ, રોલી, ચંદન, અક્ષત, કલાવો, જનોઈ અને ફૂલની જરૂર પડશે. ગણેશજીને લાલ ફૂલ ખાસ પ્રિય માનવામાં આવે છે. ભોગ માટે મોદક અથવા લાડુ, ફળ, દીવો, ધૂપ અને આરતી માટે કપૂર પણ રાખો.
4/7
ગણેશજીને મોદક સૌથી પ્રિય ભોગ માનવામાં આવે છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને મોદકનો ભોગ જરૂર ધરાવી શકાય. આ ઉપરાંત લાડુ, પૂરણપોળી, ખીર અથવા પાયસ પણ ધરાવી શકાય છે. કેળું, નાળિયેર અને મોસમી ફળો સાથે મેવા અને ગોળનો પણ ભોગ લગાવી શકાય છે. ભોગમાં શુદ્ધતા અને શ્રદ્ધાને ખાસ મહત્વ આપવામાં આવે છે.
ADVERTISEMENT
5/7
ગણેશજીની પૂજા દરમિયાન સરળ બીજ મંત્રનો જાપ કરી શકાય છે. ‘ૐ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ। નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા॥’ મંત્રનો જાપ પણ કરી શકાય છે. ગણેશ ગાયત્રી મંત્ર તરીકે ‘ૐ તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત્।’નો જાપ કરી શકાય છે.
6/7
સૌ પ્રથમ ઘરના મંદિર અથવા ઈશાન ખૂણામાં ચોકી રાખીને તેના પર લાલ કપડું પાથરો અને ફૂલોથી સજાવો. શુભ મુહૂર્તમાં ગણેશજીની મૂર્તિને સન્માનપૂર્વક ચોકી પર સ્થાપિત કરો. બાજુમાં પાણીથી ભરેલો કલશ રાખો અને તેમાં આંબાના પાન તથા નાળિયેર રાખી શકો છો. ત્યારબાદ હાથમાં ફૂલ અને અક્ષત લઈને બાપ્પાની પૂજા તથા વ્રતનો સંકલ્પ લો.પૂજા દરમિયાન જળના છાંટા કરીને ગણેશજીનું પ્રતીકાત્મક શુદ્ધિકરણ કરો. ત્યારબાદ રોલી, ચંદન અને અક્ષતથી તિલક કરો અને કલાવો તથા જનોઈ અર્પણ કરો. ગણેશજીને 21 દુર્વા અને લાલ ફૂલ ચઢાવો. ત્યારબાદ મોદક, લાડુ, ફળ અને પાન-સોપારીનો ભોગ ધરાવો. અંતે દેશી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવી કપૂરથી આરતી કરો. પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન પાસે જાણતાં-અજાણતાં થયેલી ભૂલો માટે ક્ષમા માગો અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ