ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વધુ નફાની લાલચે લૂંટાયા, ઠગોએ 400થી વધુ સિમકાર્ડનો ઉપયોગ કરી 45 લાખ ખંખેર્યા, 4ની ધરપકડ"
Last Updated: 04:23 PM, 13 September 2026
ADVERTISEMENT
સ્ટોક માર્કેટમાં રોકાણની લાલચ આપીને 45.22 લાખની છેતરપિંડી આચરનારા પકડાયા. ભરૂચ સાયબર ક્રાઈમે છેતરપિંડી આચરનારા 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપી વોટ્સએપ ગ્રુપ મારફતે લોકોને ઓનલાઈન ટ્રેડિંગની લાલચ આપતા હતા. સ્ટોક માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં વધુ નફાની લાલચે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. આરોપીએ છેતરપિંડી આચરવા 400થી વધુ સિમકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપી પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને સાયબર ક્રાઈમે તપાસ શરુ કરી છે.
ADVERTISEMENT
આરોપીઓની ધરપકડ
હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. પકડાયેલા આરોપીઓમાં કરણ ભાષાણીનો પણ સમાવેશ થાય છે. તપાસમાં આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણ મોબાઇલ ડિવાઇસમાં 400થી વધુ સીમકાર્ડનો ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. આ સીમકાર્ડના વોટ્સએપ એક્ટિવેશન માટે OTP મેળવવામાં આવતા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ઉપલેટામાં 60 વર્ષના ઢગાએ 23 વર્ષની યુવતીને પીંખી નાખી, ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો"
વડોદરામાં પણ સાયબર ઠગ ટોળકી સક્રિય
ADVERTISEMENT
વડોદરામાં સાયબર ઠગોએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી સેવાસી ગામના વેપારી પાસેથી રૂ. 1.03 કરોડથી વધુ પડાવ્યા હતા. અજાણ્યા શખ્સે વિપુલ મકવાણાને ફોન કરીને 10 થી 25 ટકા નફાની લાલચ આપી હતી. 'ABBOTT WELTH MANAGENT' એપ ડાઉનલોડ કરાવી, અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.