ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે તરભમાં વાળીનાથ ગુરુકુળનું લોકાર્પણ, શિક્ષણ-વ્યસનમુક્તિ પર ભાર
Last Updated: 02:58 PM, 13 September 2026
ADVERTISEMENT
સમગ્ર રબારી ગોપાલક સમાજના યુવાનો અને યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી માટે બસો જેટલા વિદ્યાર્થીઓ અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે આજે ગુરુકુળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું આજના આ પ્રસંગમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ ઊંઝા ના ધારાસભ્ય કિરીટ પટેલ સાંસદ બાબુભાઈ દેસાઈ ઉપરાંત સંસ્થાને મોટી રકમનું દાન આપનાર દાતાઓ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના સમગ્ર ગુજરાતમાંથી ગોપાલક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
મુખ્યમંત્રીના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વાળીનાથ શિવધામ ના મહંત જયરામગીરી બાપુએ જણાવ્યું કે પૂજ્ય બળદેવગિરિ બાપુ નું 1964 નું સ્વપ્નું રબારી સમાજ ના લોકો અભ્યાસ કરી શકે એ માટે આ શરૂઆત કરી હતી.આજે વાળીનાથ શિવધામ આખા ભારત માં શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર બની રહ્યું છે. સેવા અને દાન કરી આ સંસ્થા ના વિકાસ માં પોતાનું યોગદાન આપનાર સર્વે ને અભિનંદન આપું છું.
ADVERTISEMENT
અમારી રાયસણ, ઉપરાત સંસ્થા ઓ કાર્યરત છે. આ સંસ્થા માટે સમાજ ના લોકો ઉદાર હાથે ખૂબ ફાળો આપી રહ્યા છે સમાજના દાતાઓ ખૂબ સારો સહયોગ કરી રહ્યા છે. અહીં સૌથી મોટું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ટ્રસ્ટી અને સેવક ગણ દ્વારા કરવામાં આવી રહી છે. અહીં બધું જ ભગવાન ની કૃપા થી ખૂબ સારીરીતે ચાલી રહ્યું છે. આજે મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂજ્ય બળદેવ ગિરિ બાપુને વંદન કરતા જણાવ્યું હતું કે, એમના આશીર્વાદ આપણા ઉપર વરસતા રહ્યા છે. જયરામ ગિરિ બાપુ ને પણ આ ભવ્ય ગુરુકુળ ના નિર્માણ માટે અભિનંદન પાઠવું છું. માલધારી સમાજની ભક્તિ, શક્તિ ના 900 વર્ષ જુના વિરાસત ને વંદન કરું છું. સમાજ મંદિરો સમાજ ને આગળ વધાર્યા છે. વાળીનાથ ગુરુકુળમાં ધોરણ 5 થી કોલેજ સુધીના અભ્યાસ માટેનું કેન્દ્ર બન્યું ગાંધીનગરમાં પણ 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ માટે તમે જે અભિયાન ચલાવ્યું છે એમાં ક્યાંય પાછા ના પડતા સરકાર તમારી સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો નારો આપ્યો છે. તેમણે યુવાનોને સ્કીલ માટે પ્રોત્સાહિત કર્યા છે. રમત માટે પણ વડાપ્રધાન મક્કમ છે. વ્યસન છોડવા માટે પણ નરેન્દ્ર ભાઈ મોદી એ અભિયાન ચલાવ્યું છે. ઉત્તર ગુજરાત ના સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા ના 25 વર્ષ પૂરા થયા છે. તેમનાં જન્મ દિવસને 17/9 થી 17/10 સુધી જન સેવાના કાર્યક્રમ પૂરા દેશમાં યોજાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 25 વર્ષ ની જન સેવા માટે લોકો પણ કૃતગ્ન્તા વ્યક્ત કરવાના છે. સૌના લોકપ્રિય વિકાસ પુરુષ નરેન્દ્ર મોદી નું નેતૃત્વ પણ મળે વિકસિત ભારતનું સ્વપ્ન સિદ્ધ થાય એ માટે વાળીનાથ દાદા ને વંદન કરું.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો