ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરકારનું વચન ‘લોલીપોપ’ ગણાવી PG પ્રમુખ લાલજી પટેલની વિધાનસભા ઘેરવાની ચીમકી

ગુજરાત / સરકારનું વચન ‘લોલીપોપ’ ગણાવી PG પ્રમુખ લાલજી પટેલની વિધાનસભા ઘેરવાની ચીમકી

Published By: Nidhi Panchal

Last Updated: 11:39 AM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન નોંધણી કાયદામાં સુધારાના મુદ્દે મહેસાણામાં SPGનો વિરોધ વધુ ઉગ્ર બનવાના એંધાણ છે.સરકાર દ્વારા ચાર મહિના પહેલા કરવામાં આવેલી જાહેરાત છતાં વિધાનસભા સત્રમાં કોઈ પગલાં ન લેવાતા SPGએ હવે આંદોલન વધુ તેજ કરવાની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

મહેસાણામાં લગ્ન નોંધણી કાયદામાં સુધારાના મુદ્દે SPG હવે વધુ આક્રમક બની રહ્યું છે. લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા કરવાની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને SPGએ લોલીપોપ ગણાવી છે. SPGનું કહેવું છે કે સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે SPGમાં નારાજગી જોવા મળી રહી છે અને હવે સંગઠન દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. લગ્ન નોંધણી કાયદામાં સુધારા મુદ્દે અગાઉ પણ SPG દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી અને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી. સરકાર તરફથી આશ્વાસન મળ્યા બાદ પણ ચાર મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે SPGએ સરકાર સામે ફરીથી મોરચો ખોલવાની તૈયારી કરી છે.

mrg-notice

SPG પ્રમુખ લાલજી પટેલે આ મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લાલજી પટેલે જરૂર પડે તો વિધાનસભા ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે માત્ર વચનો આપવાથી હવે વાત નહીં બને અને લગ્ન નોંધણી કાયદામાં સુધારા માટે નક્કર કાર્યવાહી કરવી પડશે. વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દે કોઈ પગલાં ન લેવાતા હવે SPG દ્વારા આંદોલનને આગામી તબક્કામાં લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. લગ્ન નોંધણી કાયદામાં સુધારાનો મુદ્દો અગાઉથી ચર્ચામાં રહ્યો છે અને SPG આ મુદ્દે સરકાર સમક્ષ પોતાની માંગ સતત રજૂ કરતું આવ્યું છે.

તાલુકાઓમાં તાલુકા વાઇઝ મહાસંમેલનો યોજવાની તૈયારી કરવામાં આવી

હવે SPG દ્વારા રાજ્યના અલગ-અલગ તાલુકાઓમાં તાલુકા વાઇઝ મહાસંમેલનો યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ મહાસંમેલનોના માધ્યમથી લોકોને જોડીને આંદોલનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવામાં આવશે. તાલુકા સ્તરે મહાસંમેલનો યોજી લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગને વધુ વેગ આપવામાં આવશે. SPGનું આયોજન માત્ર મહેસાણા પૂરતું મર્યાદિત રાખવાને બદલે રાજ્યના અલગ-અલગ વિસ્તારો સુધી આ મુદ્દો પહોંચાડવાનું છે.

કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવશે

આ ઉપરાંત રાજ્યના પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સાંસદોને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ આવેદનપત્ર દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારા અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે અને કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવશે. SPG દ્વારા ધારાસભ્યો અને સાંસદોને આ મુદ્દે પોતાની ભૂમિકા ભજવવા માટે પણ રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો : નવરાત્રિ-દશેરા પહેલાં થઈ શકે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, આટલો વધશે પગાર અને પેન્શન ?

SPG હવે આ મુદ્દાને માત્ર રાજ્ય સરકાર સુધી સીમિત રાખવા માંગતું નથી. વિધાનસભા તેમજ લોકસભામાં પણ લગ્ન નોંધણી કાયદામાં સુધારાનો મુદ્દો ઉઠાવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવશે. આમ, ચાર મહિના પહેલા સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ પણ કોઈ પગલાં ન લેવાતા હવે SPGએ આંદોલનનું આગામી આયોજન તૈયાર કર્યું છે. તાલુકા વાઇઝ મહાસંમેલનોથી લઈને પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સાંસદોને આવેદનપત્ર આપવા સુધીના કાર્યક્રમો દ્વારા મુદ્દાને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સાથે જ જરૂર પડે તો વિધાનસભા ઘેરાવની પણ ચીમકી આપવામાં આવી છે. હવે સરકાર લગ્ન નોંધણી કાયદામાં સુધારા અંગે શું પગલું ભરે છે અને SPGનું આંદોલન કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SPG Protest Lalji Patel Marriage Registration Law

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ