ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ઓક્ટોબરમાં ગુરુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે; નોકરી, વેપાર અને ધનલાભના યોગ!
7 ફોટો ગેલેરી
Last Updated: 08:31 AM, 13 September 2026
1/7
ગુરુનું સિંહ રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે ખાસ લાભદાયી બની શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધવાની સાથે કરિયરમાં નવી તકો, વેપારમાં ફાયદો અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ બની શકે છે. ખાસ કરીને 5 રાશિઓ માટે આ ગોચર શુભ પરિણામ આપનારું માનવામાં આવે છે.
2/7
મેષ રાશિના જાતકો માટે ગુરુનું સિંહ રાશિમાં ગોચર શુભ પરિણામ આપી શકે છે. નોકરી કરતા લોકો માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. કાર્યક્ષેત્રમાં જવાબદારી વધવાની સાથે તમારી ઓળખ અને સાખ પણ મજબૂત બની શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે અને તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે.વેપાર કરતા લોકોને નવી ડીલ અથવા કોઈ ફાયદાકારક તક મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં પણ ઝડપ આવવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થતાં પૈસાની તંગી ઓછી થઈ શકે છે અને આવક વધારવાના નવા રસ્તા મળી શકે છે.
ADVERTISEMENT
3/7
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર ખાસ કરીને આર્થિક દૃષ્ટિએ સારું રહી શકે છે. આવક વધારવાની નવી તકો મળી શકે છે અને પૈસા કમાવવાના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક ચિંતા ધીમે-ધીમે ઓછી થઈ શકે છે.નોકરીમાં પ્રમોશન અથવા સારી નોકરીની તક મળવાના યોગ બની શકે છે. પ્રોફેશનલ જીવનમાં સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે. પરિવારનું વાતાવરણ પણ સુખદ રહેશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ અને આત્મબળમાં વધારો થઈ શકે છે.
4/7
ગુરુ પોતે સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હોવાથી આ રાશિના જાતકોને ગોચરની સીધી અસર જોવા મળી શકે છે. વ્યક્તિના વ્યક્તિત્વમાં નવો નીખાર આવી શકે છે અને આત્મવિશ્વાસ વધશે. લીડરશિપ કરવાની ક્ષમતા પણ વધુ મજબૂત બની શકે છે.સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે. તમારા કામની નોંધ લેવામાં આવી શકે છે અને લોકો તમારી કામગીરીની પ્રશંસા કરી શકે છે. નોકરી હોય કે વેપાર, બંને ક્ષેત્રોમાં નવી તકો મળી શકે છે અને જીવનને નવી દિશા મળવાની સંભાવના છે.
ADVERTISEMENT
5/7
વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુનું સિંહ ગોચર કરિયરના મામલે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળવાની સાથે કોઈ મોટું કામ અથવા સારી તક મળી શકે છે. અત્યાર સુધી કરેલી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થઈ શકે છે.વેપાર કરતા લોકોની મુલાકાત નવા અને પ્રભાવશાળી લોકો સાથે થઈ શકે છે. આ નવા સંપર્કો ભવિષ્યની યોજનાઓમાં મદદરૂપ બની શકે છે. વેપારમાં પ્રગતિની સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત થવાની શક્યતા છે. પૈસાને લગતી મુશ્કેલીઓ ઓછી થતાં મનમાં રાહત અનુભવાઈ શકે છે.
6/7
ધનુ રાશિના સ્વામી ગુરુ પોતે હોવાથી આ ગોચર તેમના માટે ખાસ મહત્વ ધરાવે છે. નોકરીમાં લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે પણ નવી અને સારી તક સામે આવી શકે છે.વેપારીઓને મોટો ફાયદો થવાની શક્યતા છે. આ સમય દરમિયાન કરવામાં આવેલી વ્યાવસાયિક મુસાફરી લાભદાયી બની શકે છે. વેપારનો વિસ્તાર થવાની સાથે આવકમાં વધારો થઈ શકે છે. સમાજમાં યશ અને પ્રતિષ્ઠા વધશે તથા લાંબા સમયથી જોવાયેલા કેટલાક સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધવાની તક મળી શકે છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ