ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ‘નદીનો પ્રવાહ ક્યારેય અટકતો નથી’! મોદીના 25 વર્ષના સેવાકાર્યની થશે ઉજવણી, વડનગરથી વારાણસી નીકળશે સેવા સંકલ્પ યાત્રા"
Last Updated: 04:36 PM, 13 September 2026
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સમાંતર સેવા સંકલ્પ યાત્રા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે પૂર્વે આજે નવસારીના પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતેથી માં ઉષ્ણ અંબાના દર્શન કરી, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સેવા સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
ADVERTISEMENT
સતત સત્તા પર રહીને રાજ્ય અને દેશની સેવામાં ઓતપ્રોત રહેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ પણ 17 સપ્ટેમ્બરે આવે છે, ત્યારે શાસનના 25 વર્ષોને સેવા થકી યાદ કરવા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીના જન્મ સ્થળ વડનગરથી તેમના કાર્યસ્થળ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જ્યાંથી સાંસદ છે એવા કાશી વિશ્વનાથના વારાણસી સુધી સેવા સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે. આગામી 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મ દિવસથી યાત્રા પ્રારંભ થશે.
20 દિવસ રાજ્યોમાં થઈને વારાણસી પહોંચશે
ADVERTISEMENT
જેને ભારતના ગૃહ મંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. 20 દિવસ દેશના અલગ અલગ રાજ્યોના ગામડાઓએ અને શહેરોમાંથી પસાર થઈ યાત્રા વારાણસી પહોંચશે. યાત્રામાં દેશની જાણીતી નદીઓના પાણી પણ કળશમાં લઈ જવાશે અને કાશી વિશ્વનાથને અભિષેક થશે. જેમાં આજે ગુજરાતના ચાર પવિત્ર યાત્રાધામ ઉનાઈ, શામળાજી, સોમનાથ અને પાવાગઢથી પણ સેવા સંકલ્પ યાત્રા નીકળી છે. નવસારીમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાધામ ઉનાઈ ખાતે આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ ગણપત વસાવા, આદિવાસી ધારાસભ્યો અરવિંદ પટેલ, મોહન ઘોડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની ઉપસ્થિતિમાં ઉનાઈ માતાજીની પૂજા અર્ચના કરી, માંના આશીર્વાદ લઈ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
જીતુ વાઘાણીએ પ્રસ્થાન કરાવ્યું
ADVERTISEMENT
યાત્રામાં 40 બાઈક નવસારીથી વારાણસી સુધી જશે, જ્યારે અન્ય 100 બાઈક આગળના જિલ્લા સુધી પહોંચશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે વરસતા વરસાદ વચ્ચે શરૂ થઈ રહેલી સેવા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાશનની ઉજવણી નથી, પણ અવિરત તેમના દ્વારા થતી દેશ સેવાને જન જન સુધી પહોંચાડવાની નેમ છે. યાત્રા દરમિયાન અનેક વિધ સેવાકિય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે. જ્યારે વરસાદને વિઘ્ન નહીં, પણ લાંબા સમય બાદ જયારે જરૂર છે, ત્યારે જ આવ્યો છે એટલે માતાજીના આશીર્વાદ હોવાનો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
મદાવાદના ખાડિયા વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ, પંચકુલામાં 4 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું, ફાયર વિભાગે દટાયેલા લોકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું. પ્રાથમિક માહિતી મુજબ મા-દીકરી કાટમાળમાં ફસાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.