ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રાજામૌલીની ‘વારાણસી’માં શું રંધાઈ રહ્યું છે? મહેશ બાબુ-પ્રિયંકા ચોપરાની ફિલ્મના સેટની કથિત તસવીર લીક

મનોરંજન / રાજામૌલીની ‘વારાણસી’માં શું રંધાઈ રહ્યું છે? મહેશ બાબુ-પ્રિયંકા ચોપરાની ફિલ્મના સેટની કથિત તસવીર લીક

Published By: Pravin Joshi

Last Updated: 07:10 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસ.એસ. રાજામૌલીની આગામી ભવ્ય ફિલ્મ 'વારાણસી'ના સેટ પરથી ડાયનાસોર અને મંદિરના દ્રશ્યો ધરાવતી એક ચિત્રાત્મક તસવીર લીક થવાનો દાવો કરાઈ રહ્યો છે.

ADVERTISEMENT

'બાહુબલી' અને 'RRR' ફેમ દિગ્ગજ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની બહુપ્રતિક્ષિત આગામી ફિલ્મ 'વારાણસી' (Varanasi) ને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન જેવા સુપરસ્ટાર્સને ચમકાવતી આ બિગ બજેટ ફિલ્મ હાલ પ્રોડક્શન ફેઝમાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ ફિલ્મના આઉટડોર સેટની એક તસવીર કથિત રીતે લીક થઈ હોવાના દાવા સાથે વાયરલ થઈ રહી છે, જેણે સિનેપ્રેમીઓ અને ફેન્સ વચ્ચે મોટો ખળભળાટ મચાવી દીધો છે.

UIJBNB

ડાયનાસોર અને પ્રાચીન મંદિરના દ્રશ્યોથી ફેન્સ આશ્ચર્યચકિત

વાયરલ થયેલી આ રહસ્યમય તસવીરમાં એક તરફ વિશાળકાય ડાયનાસોર અને અન્ય ભયાનક જીવો જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ભવ્ય પ્રાચીન મંદિરની રચના નજરે પડે છે. જોકે, આ તસવીર ફિલ્મના શૂટિંગ સેટ પરથી જ લીક થઈ છે કે પછી કોઈ યુઝરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી તૈયાર કરી છે તેની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં સોશિયલ મીડિયા પર આ ફોટોએ ધૂમ મચાવી છે અને યુઝર્સ રાજામૌલીના વિઝનની સરખામણી હોલિવૂડ સ્તરના વ્હાઈટ ગ્રાફિક્સ સાથે કરી રહ્યા છે.

IIUIII

ટાઈમ ટ્રાવેલ અને એક્શન એડવેન્ચરની વાર્તા?

અહેવાલો અનુસાર, 'વારાણસી' એક હાઈ-ઓક્ટેન એક્શન-એડવેન્ચર ફિલ્મ હશે, જેમાં ટાઈમ ટ્રાવેલ (Time Travel) અને પૃથ્વીને એક એસ્ટરોઈડના વિનાશક ખતરાથી બચાવવાની રોમાંચક વાર્તા વણાયેલી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ BRICS સમિટમાં મોદી-જિનપિંગની મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન, કહ્યું- ‘ભારત અને ચીન પ્રતિદ્વંદ્વી નહીં, ભાગીદાર છે’!

આ ફિલ્મ 7 એપ્રિલ, 2027 ના રોજ ગુડી પડવા અને ઉગાદીના શુભ પર્વ નિમિત્તે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ ફિલ્મ એક નવો માઈલસ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MaheshBabu PriyankaChopra Varanasi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ