ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 4 ધરાવતા લોકોનું 35 વર્ષની ઉંમર બાદ બદલાય છે ભાગ્ય, રાહુ અપાવે છે અઢળક ધન અને શોહરત!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / મૂળાંક 4 ધરાવતા લોકોનું 35 વર્ષની ઉંમર બાદ બદલાય છે ભાગ્ય, રાહુ અપાવે છે અઢળક ધન અને શોહરત!

Last Updated: 06:18 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અંકશાસ્ત્ર મુજબ 4, 13, 22 કે 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે, જેના પર રાહુનું શાસન છે. શરૂઆતના વર્ષોમાં સંઘર્ષ બાદ 35 વર્ષની ઉંમર પછી તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે અને તેઓ અચાનક મોટો આર્થિક લાભ તથા સફળતા મેળવે છે.

1/5

photoStories-logo

1. મૂળાંક 4 ધરાવતા લોકોનું 35 વર્ષની ઉંમર બાદ બદલાય છે ભાગ્ય, રાહુ અપાવે છે અઢળક ધન અને શોહરત!

અંકશાસ્ત્ર (Numerology) અનુસાર, કોઈપણ વ્યક્તિની જન્મતારીખ તેના ભવિષ્ય અને સ્વભાવ વિશે ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપે છે. દરેક મૂળાંક પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. એ જ રીતે, જે લોકોનો મૂળાંક 4 છે, તેમના પર છાયા ગ્રહ રાહુનો સીધો પ્રભાવ જોવા મળે છે. રાહુના પ્રભાવને કારણે આ લોકોના જીવનના પ્રારંભિક વર્ષો સંઘર્ષ અને ઉતાર-ચઢાવથી ભરેલા હોઈ શકે છે, પરંતુ એક નિશ્ચિત ઉંમર વટાવ્યા બાદ રાહુ તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કોનો હોય છે મૂળાંક 4?

જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય, તેનો મૂળાંક 4 (4, 1+3=4, 2+2=4, 3+1=4) બને છે. રાહુ આ લોકોનો સ્વામી ગ્રહ હોવાથી આ જાતકો અત્યંત નિડર, જિદ્દી અને દૂરદર્શી સ્વભાવના હોય છે. તેઓ કોઈની ચાપલૂસી પસંદ કરતા નથી અને સામે વાળાને તુરંત સણસણતો જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે તો પણ તેઓ ધારેલું કામ પૂરું કરીને જ જંપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કઈ ઉંમરે ચમકે છે કિસ્મત?

જ્યોતિષ અને અંકશાસ્ત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મૂળાંક 4 ધરાવતા લોકોને જીવનની શરૂઆતમાં નિષ્ફળતા, વિલંબ અને અવરોધોનો સામનો કરવો પડે છે. પરંતુ 35 વર્ષની ઉંમર પછી તેમના જીવનમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. 35 વર્ષ બાદ રાહુ તેમને કરિયર, બિઝનેસ અને આર્થિક ક્ષેત્રે અપ્રત્યાશિત અને અપાર સફળતા અપાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવવાના સંકેતો

35 વર્ષ પછી અણધાર્યા આર્થિક લાભની તકો ઊભી થાય છે. કરિયર અથવા વ્યવસાયમાં અચાનક મોટા અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો સ્થપાય છે. અચાનક વિદેશ યાત્રા અથવા વિદેશી કનેક્શનથી વેપાર વધારવાની ઉત્તમ તકો પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રાહુ જ્યારે શુભ ફળ આપવાનું શરૂ કરે

રાહુ જ્યારે શુભ ફળ આપવાનું શરૂ કરે છે ત્યારે મૂળાંક 4 ના જાતકો સમાજમાં મોટી ઓળખ અને ધન-દોલત મેળવે છે અને ક્યારેય પાછળ વળીને જોવું પડતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rahu Numerology AstrologyGujarati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ