ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / એક Malware અને બધું સાફ, Android ફોનમાંથી OTPથી WhatsApp ચેટ સુધી ચોરી શકે છે આ ખતરનાક વાયરસ
4 ફોટો ગેલેરી
Last Updated: 07:08 PM, 13 September 2026
1/4
2/4
આ માલવેર SMS નોટિફિકેશન વાંચી લે છે જેમાં બેંક કે બીજા સર્વિસના OTP મેસેજ પણ સામેલ છે. તે કૉલ લૉગ, બ્રાઉઝર હિસ્ટ્રી, કોન્ટેક્ટ્સ, ઇન્સ્ટોલ કરેલી એપ્સ, લોકેશન અને ગૂગલ એકાઉન્ટની માહિતી પણ હાંસલ કરી શકે છે. એન્ડ્રોઈડની એક્સેસિબિલિટી સેટિંગ્સનો ઉપયોગ કરીને વોટ્સએપ અને ટેલિગ્રામની ચેટ તથા પ્રોફાઇલ માહિતી સુધી પહોંચી જાય છે.
ADVERTISEMENT
3/4
મોબાઈલ સિક્યુરિટી કંપની ઝિમ્પેરિયમના સંશોધકોએ આ માલવેરની ઓળખ કરી છે. તે ગૂગલ પ્લે સ્ટોરની બહારની ખતરનાક APK ફાઈલો દ્વારા ફેલાઈ રહ્યું છે. આ માલવેર સ્પાયવેર, રેન્સમવેર અને રિમોટ કંટ્રોલની ક્ષમતાઓનું મિક્સઅપ છે. તે એક્સેસિબિલિટી અને ડિવાઈસ એડમિનિસ્ટ્રેટર જેવી મજબૂત પરમિશન માંગે છે જેના કારણે હુમલાખોરો ફોન પર કંટ્રોલ મેળવી શકે છે અને માહિતી તેમના સર્વર પર મોકલી શકે છે.
4/4
જોખમ અહીં અટકતું નથી. આ માલવેર સ્ક્રીનશૉટ લઈ શકે છે, સ્ક્રીન રેકોર્ડ કરી શકે છે અને ફોનની લાઈવ પ્રવૃત્તિઓ સ્ટ્રીમ પણ કરી શકે છે. તે ફ્રન્ટ અને રિયર કેમેરાથી છુપી રીતે ફોટા લઈને સીધા હુમલાખોરો સુધી મોકલી શકે છે. આ સિવાય ફોનને લૉક કરવા, અનવોન્ટેડ પૉપઅપ, ઓડિયો અને વીડિયો બતાવીને યુઝરને પરેશાન કરવાની ક્ષમતા પણ તેમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ